લહિયાની મદદ વગર પ્રજ્ઞાચક્ષુ યેશા મકવાણાએ ધોરણ-૧૨માં ૯૬.૪૮ પર્સેન્ટાઇલ મેળવતા મુખ્યમંત્રીએ પ્રેરણાદાયી સફળતા જણાવી

વડોદરા શહેરની દિવ્યાંગ વિદ્યાર્થી યેશા મકવાણા, જેણે ધોરણ-૧૨ ની પરીક્ષામાં લહિયાની મદદ વગર ૯૩.૨૩ પર્સેન્ટાઈલ મેળવીને ભવ્ય સફળતા હાંસલ કરી છે, તેને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અભિનંદન પત્ર પાઠવીને તેના ગૌરવમાં વધારો કરવામાં આવ્યો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા યેશા મકવાણાને સંબોધિત પત્રમાં, "આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શારીરિક-માનસિક ક્ષતિ ધરાવતા વ્યક્તિઓ માટે 'દિવ્યાંગ' શબ્દ પ્રયોજ્યો છે. જે આપની સફળતામાં ચરિતાર્થ થતો જોઈને આનંદ થાય છે." તેમ જણાવ્યું છે.આ પત્રમાં મુખ્યમંત્રીએ યેશાની સિદ્ધિને બિરદાવતા જણાવ્યું હતું કે, “આપની પ્રેરણાથી અન્ય દિવ્યાંગ વિદ્યાર્થીઓને પણ પ્રેરણા મળશે અને તે અન્યો માટે પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે.
”મુખ્યમંત્રીએ પાઠવેલા શુભેચ્છા પત્રમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કન્યા કેળવણીના પરમ હિતેચ્છુ રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળમાં તેમણે વર્ષ ૨૦૦૩ થી 'કન્યા કેળવણી' સાથે પ્રવેશોત્સવ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. યેશા મકવાણાએ પોતાની આ સિદ્ધિ માટે દિવસ-રાત સખત મહેનત કરી છે. તેના માતા-પિતા અને શિક્ષકો સહયોગથી તેણે આ સફળતા પ્રાપ્ત કરી છે. મુખ્યમંત્રી તરફથી મળેલા આ અભિનંદન પત્રથી યેશા અને તેના પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. આ પત્ર યેશાના ભવિષ્યના ઉજ્જવળ કારકિર્દી માટે પ્રોત્સાહન પૂરું પાડશે.
Reporter: admin