મુંબઈ : ભારત સાથે સંબંધો વણસતા હવે કેનેડા આકરા પાણીએ આવી ગયું છે. તેથી તે ભારત વિરોધી નિર્ણયો લઈ રહ્યું છે.
આ નિર્ણયથી કેનેડામાં વરતા ભારતીયોને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. હાલમાં જ સામે આવ્યું કે, સ્ટુડન્ટ વિઝા પર કેનેડા જવા માંગતા વિદ્યાર્થીઓએ સબમિટ કરેલા એક્સેપ્ટન્સ લેટર બનાવટી હતી. જો આ બાબતે ગંભીર પગલા લેવામાં આવ્યા તો કેનેડા 7000 જેટલા ભારતીય વિદ્યાર્થીઓને બનાવટી સ્વીકૃતિ લેટર માટે ભારત ડિપોર્ટ કરી દેશે. જો આવું થયું તો કેનેડામાં વસતા ગુજરાતીઓને મોટું ટેન્શન છે. કારણ કે, મોટાભાગના ફેક એક્સેપ્ટન્સ લેટર ગુજરાત અને પંજાબના વિદ્યાર્થીઓના હોવાનું કહેવાય છે.
કેનેડાના ટોચના ઈમિગ્રેશન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, જે વિદ્યાર્થીઓનું સ્વીકૃતિ પત્ર બોગસ હોવાનું સાબિત થશે તો તેમના એડમિશન કેન્સલ કરી દેવાશે. આવામાં કેનેડા અને ભારત વચ્ચે વણસેલા સંબંધોને કારણે કેનેડા હાલ કોઈ પણ નિર્ણયો લઈ શકે છે. એક્સેપ્ટન્સ લેટર શું છે વિઝા માટેની પ્રોસેસ દરમિયાન કેનેડાની યુનિવર્સિટી તરફથી લેટર ઓફ એક્સેપ્ટન્સ માંગવામાં આવે છે. વાસ્તવમાં આ લેટર યુનિવર્સિટીમાંથી નહિ, પરંતું વિઝા કન્સલટન્ટ તરફથી જ બનાવતી બનાવીને આપવામાં આવે છે. કેનેડા સરકારે કરેલી તપાસમાં મોટો ખુલાસો થયો કે, લગભગ 10 હજાર જેટલા એક્સેપ્ટન્સ લેટર નકલી છે. નવેમ્બરની શરૂઆતમાં સમગ્ર બાબત બહાર આવી હતી. તેથી કેનેડા સરકાર હવે આ અંગે મોટુ એક્શન લઈ શકે છે.
Reporter: admin