News Portal...

Breaking News :

કેબિનેટે નેશનલ ક્રીટીકલ મિનરલ મિશનને મંજૂરી આપી : જાહેર સાહસો તેમાં ૧૮૦૦૦ કરોડનું રોકાણ કરશે

2025-02-01 09:34:28
કેબિનેટે નેશનલ ક્રીટીકલ મિનરલ મિશનને મંજૂરી આપી : જાહેર સાહસો તેમાં ૧૮૦૦૦ કરોડનું રોકાણ કરશે


નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટે નેશનલ ક્રીટીકલ મિનરલ મિશનને મંજૂરી આપી છે. આ માટે સરકારે ૧૬૩૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે. જયારે વિવિધ જાહેર સાહસો તેમાં રૂ. ૧૮૦૦૦ કરોડનું રોકાણ કરશે. 


આ મિશન (અભિયાન) દ્વારા સરકાર અતિ મહત્વની ધાતુઓ અંગેની આયાત ઘટાડવા માગે છે. આ પૈકીની ઘણી ધાતુઓ જેવી કે ઇન્ડીપેનની નિબમાં વપરાતું ઇરીડીયમ, સાયકલનાં હેન્ડલ વગેરે ઉપર લગાડાતું નિકલ, સિક્કા બનાવવામાં પણ વપરાતું નિકલ તો જનસામાન્ય માટેની રોજીંદી જરૂરિયાતો પુરી પાડે છે. ઉપરાંત,લિથિયમ : ઇલેકિટ્રક વ્હીકલ્સ અને રીન્યુએબલ એનર્જી સ્ટોરેજમાં ઉપયોગી છે.કોબાલ્ટ : બેટરીનાં ઉત્પાદન અને હાઈ ટેક એપ્લીકેશન્સમાં ઉપયોગી છે.નિકલ : સ્ટેનલેસ સ્ટીલ અને બેટરી ઉત્પાદનમાં ઉપયોગી છે.ગ્રેફાઈટ : બેટરીઝ અને લ્યુબ્રિકન્ટસમાં વપરાય છે.


હેરઅર્થસ : ઇલેકટ્રોનિકસ, ટેલીકોમ્યુનિકેશન્સ અને ડીફેન્સ ટેકનોલોજીમાં ઉપયોગી છે.રેર-અર્થસ (મહત્વની ધાતુઓ) માં યુરેનિયમ ૨૩૫, (યુ-૨૩૫) યુરેનિયમ-૨૩૮ અને પ્લુટોનિયમ ૨૪૦ સમાવિષ્ટ છે. આ ધાતુઓ એટમ બોંબ બનાવવામાં અનિવાર્ય છે. તેના સૌથી મોટા જથ્થા પશ્ચિમ દક્ષિણ ઓસ્ટ્રેલિયા, રશિયા અને બ્રાઝિલ્સ તથા યુએસમાં પ્રાપ્ય છે. યુરેનિયમની એન્ડ પ્રોડકટ સીસુ છે. માટે જયાં જયાં સીસુ મળી આવે ત્યાં ત્યાં જેમ કે દક્ષિણ પૂર્વ રાજસ્થાનમાં યુરેનિયમ હોવાનું જાણવા મળ્યું છે. જયારે મેઘાલયમાં તો, બહુ મોટા પ્રમાણમાં યુરેનિયમ હોવાનું જાણવા મળ્યું છે. સંભવ તે છે કે તે કાઢવામાં ખર્ચ ઘણો થાય તેમ છે તે ધાતુનું મહત્વ જોતાં ખર્ચનો વિચાર કરાય નહીં.સરકારે આ ઉક્ત ધાતુઓના સંશોધનમાં જાહેર સાહસોને પણ કામે લગાડયાં છે.આ ઉપરાંત ખાનગી ક્ષેત્રને પણ તેમાં જોડવાનો નિર્ણય કરાયો છે.

Reporter: admin

Related Post