કલાભવન મેદાનમાં સમર મેળાની તૈયારીઓ ચાલું થઇ ગઇ
શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કલાભવન મેદાનમાં સમર મેળાની તૈયારીઓ ચાલું થઇ ગઇ છે. મેળા આયોજકોને પરવાનગી મળી જશે તે પાકુ છે પણ રાજકોટ ગેમ ઝોનમાં લાગેલી આગની ઘટના બાદ આ પ્રકારના મેળાઓ માટે જરુરી ગાઇડલાઇનું તંત્ર દ્વારા પાલન કરાવાશે કે કેમ તે વિશે પ્રશ્નાર્થ સેવાઇ રહ્યો છે. આ પ્રકારના મેળાના આયોજનોમાં રોજ હજારો લોકો ભેગા થતાં હોય છે અને આગ કે અકસ્માત થવાના ચાન્સીસ વધી જતા હોય છે . કોઇ પણ પ્રકારની દૂર્ઘટના રોકવા માટે રાજ્ય સરકારે ગાઇડલાઇન બનાવી છે તો કલામેદાનમાં યોજાઇ રહેલા સમર મેળાના આયોજકો પાસે પોલીસ, ફાયરબ્રિગેડ અને કોર્પોરેશન આ ગાઇડલાઇનું ચુસ્તપણે પાલન કરાવશે કે કેમ તે હવે જોવાનું રહે છે.કારણ કે મેળાના માલીક તથા પોલીસ તથા ફાયર વિભાગની પરવાનગીની દલાલી જયેન્દ્રસિંહ નામનો શખ્સ કરે છે તેમ જાણવા મળે છે.

અગાઉ ગેમ પાર્લર ચલાવનાર જયેન્દ્રસિંહ વિશ્વાસ સાથે જાહેરમાં કરતો ફરે છે કે મેળાની પરવાનગી તો મળી જશે. ફાયર વિભાગ અને રાવપુરા પોલીસ તો મારા ખિસ્સામાં છે. તો જયેન્દ્રસિંહ અને ફાયરવિભાગનો મળતીયો કોણ તે સવાલ ઉભો થઇ રહ્યો છે. શું પરવનાગી અપાવનારા દલાલોના ઇશારે પોલીસ અને ફાયર બ્રિગેડ પરવાનગી આપે છે કે પછી ગાઇડલાઇનનું પાલન કરવા બદલ પરવાનગી આપવામાં આવે છે. તેની સ્પષ્ટતા તંત્રએ કરવી જોઇએ કારણ કે આ હજારો લોકોના જીવન સાથે સંકળાયેલો સવાલ છે. રાજકોટ ગેમ ઝોનમાં જે રીતે ગેરકાયદેસર પરવાનગીઓ અપાઇ તે જોતાં તમામ ગેમઝોન બંધ કરી દેવાયા હતા અને મહિનાઓ સુધી ગેમઝોન બંધ રહ્યા હતા અને ત્યારબાદ ગાઇડલાઇનું પાલન કરે તેને જ મંજૂરી આપવામાં આવી રહી છે. ત્યારે પરવાનગી અપાવાના બણગાં ફૂંકનારા લોકો સામે તંત્રએ કાર્યવાહી કરવી જોઇએ. વડોદરામાં પણ ગેમ ઝોન અને મેળાઓમાં ભુતકાળમાં અકસ્માતો સર્જાઇ ચુક્યા છે ત્યારે સવાલ એ થાય છે કે શું ફાયર બ્રિગેડ કલાભવનના સમર મેળાને મંજૂરી આપશે કે કેમ. કારણ કે ચીફ ફાયર ઓફિસર વડોદરા માટે નવા છે અને તેમનો આવો કોઇ અનુભવ નથી કારણ કે તેમણે ક્યારેય કોર્પોરેશન કે નગરપાલિકાની ફાયર સર્વિસમાં ફરજ બજાવી નથી. અને તેથી જ ફાયર બ્રિગેડ દ્વારા પુરતી ચકાસણી કરાયા બાદ મંજૂરી અપાશે કે પછી જે દલાલો ફૂટી નીકળ્યા છે અને પરવાનગી અપાવવાના બણગાં ફૂંકે છે તેમની સાથે મીલીભગત કરીને મંજૂરી અપાઇ જશે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.

મંજૂરી અપાવતા દલાલો સામે કાર્યવાહી થશે ખરી...
સવાલ એ છે કે જયેન્દ્રસિંહ નામનો આ દલાલ કેવી રીતે કહી શકે કે પોલીસ અને ફાયરની હું પરવાનગી અપાવી દઇશ અને રાવપુરા પોલીસ અને ફાયર બ્રિગેડ મારા ખીસ્સામાં છે. એક રીતે સમરમેળામાં કોઇપણ દૂર્ઘટના બનશે તો આ દલાલ તેની જવાબદારી લેશે ખરો તે મોટો પ્રશ્ન છે. પોલીસે આવા દલાલોને શોધી કાઢવા જોઇએ અને પુછવું જોઇએ કે ભાઇ અમે તારા ખીસ્સામાં કેવી રીતે સમાઇશું. ફાયર બ્રિગેડે પુરતી ચકાસણી કર્યા વગર જો મંજૂરી આપી અને જો કોઇ દુર્ઘટના સર્જાઇ તો તમજી લેજો કે બિનઅનુભવી ચીફ ફાયર ઓફિસરના કારણે આ દુર્ઘટના સર્જાઇ છે. પુરતી ચકાસણી અને ફાયર સેફ્ટીની ગાઇડલાઇનનું પાલન કરાવવાની જવાબદારી પોલીસ અને ફાયર બ્રિગેડની છે.

Reporter: admin