ચાર દાયકા સુધી ગુજરાતી લોકસાહિત્યની સેવા કરનાર ભીખુદાન ગઢવીનો આજીવન લોકડાયરો નહીં કરવાનો નિર્ણય લીધો છે.
પ્રખ્યાત લોકસાહિત્ય કલાકાર ભીખુદાન ગઢવીએ મોટી જાહેરાત કરી છે. તેમણે હવે પછી ક્યારેય લોકડાયરો નહીં કરવાનો નિર્ણય લીધો છે. આ જાહેરાત તેમણે આઈ પીઠડ માના એક કાર્યક્રમમાં કરી હતી, જ્યાં તેમણે પોતાનો છેલ્લો લોકડાયરો કર્યો હતો.ભીખુદાન ગઢવી છેલ્લા ચાર દાયકાથી સતત લોકસાહિત્યની સેવા કરી રહ્યા છે. તેમણે અનેક લોકડાયરા અને કાર્યક્રમોમાં પોતાની કલાથી લોકોના દિલ જીત્યા છે. તેમના લોકડાયરા હંમેશા લોકપ્રિય રહ્યા છે અને લોકો તેમને ખૂબ પસંદ કરે છે.ભીખુદાન ગઢવીના આ નિર્ણયથી લોકસાહિત્ય પ્રેમીઓને મોટો ઝટકો લાગ્યો છે. તેઓ હવે ક્યારેય તેમના લોકડાયરાનો આનંદ માણી શકશે નહીં. ભીખુદાન ગઢવીએ લોકસાહિત્યમાં જે યોગદાન આપ્યું છે તે હંમેશા યાદ રહેશે.
ભીખુદાન ગઢવીએ જણાવ્યું કે હવે તેમની ઉંમર અને તબિયત સારી નથી. તેમણે હવે પાછલી જિંદગીમાં ભગવાનના ભજન કરવાનો નિર્ણય કર્યો છે. લોકોને ખૂબ પ્રેમ મળ્યો છે, તે ક્યારેય નહીં ભૂલી શકે. હવે વયના કારણે નિવૃત થઈ રહ્યા છે.ભીખુદાન ગઢવી એક ઉત્તમ લોકસાહિત્ય કલાકાર છે. તેમણે લોકસાહિત્યને લોકો સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમના લોકડાયરામાં હંમેશા લોકકથાઓ, દુહાઓ અને ભજનોનું સુંદર મિશ્રણ જોવા મળતું હતું. તેમણે પોતાની કલાથી લોકોને આનંદિત કર્યા છે અને લોકસાહિત્યને એક નવી ઓળખ આપી છે. રાજભાએ જણાવ્યું કે ભીખુદાનભાઈએ ગુજરાતી સાહિત્યની મોટી સેવા કરી છે. ભીખુદાનભાઈએ પાંચ દસક સુધી લોકસાહિત્યની સેવા કરી છે.ભીખુદાન ગઢવી ગુજરાત સાહિત્ય જગતના જાણીતા લોક કલાકાર છે. સરકાર દ્વારા તેઓને પદ્મશ્રીથી પણ નવાજવામાં આવ્યા છે. તેઓ ગુજરાત રાજ્યનાં જુનાગઢ શહેરનાં વતની છે.
Reporter: admin