News Portal...

Breaking News :

ભીડભંજન મારુતિ મંદિર હરણી પર આવેલ આજે જન્મજયંતી નિમિતે મહા આરતી અને લોકો દર્શનાર્થે ભારે ભીડ જોવા મળી

2024-04-23 12:04:16
ભીડભંજન મારુતિ મંદિર હરણી પર આવેલ આજે જન્મજયંતી નિમિતે મહા આરતી અને લોકો દર્શનાર્થે ભારે ભીડ જોવા મળી

આજે હનુમાન જ્યંતી છે. શહેર ના વિવિધ હનુમાનજી મંદિરો મા વહેલી સવાર થી જ ભક્તો ની ભીડ જામી રહી છે. વાસણા ભાયલી ના હનુમાન મંદિરે ભક્તો ની લાંબી કતારો જોવા મળી હતી. ગોત્રી ખાતે આવેલ કષ્ટભંજન મંદિર મા વહેલી સવાર થીજ ભક્તો દાદા ના દર્શને આવી રહીયા છે જયારે સાંજ ના ચાર કલાકે હનુમાનજી ની શોભાયાત્રા નીકળી હતી વડોદરા શહેર મા સૌથી જાણીતા મંદિર ભીડભંજન મારુતિ મંદિર હરણી પર આવેલ આજે જન્મજયંતી નિમિતે મહા આરતી અને લોકો દર્શનાર્થે ભારે ભીડ જોવા મળી. ભીડભંજન મંદિર મા દાદાના દર્શન માટે વહેલી સવાર થી લાંબી લાઈન જોવા મળી હતી. ભક્તો શાંતિ થી લાઈન મા ઉભા રહી ને દર્શન કરતા જોવા મલ્યા હતા. દરેક મંદિરો મા હોમ હવન ના કાર્યક્રમો યોજાયા છે. સાંજે કેટલાક મંદિરો મા ભજન, ભોજન, ભંડારા ના આયોજનો થયા છે. જેમાં આજે સાંજે હજારો ભક્તો મહાપ્રસાદ આરોગશે. આમ આજે સમગ્ર વડોદરા શહેર હનુમાનજી મય બની ગયું છે.

Reporter: News Plus

Related Post