News Portal...

Breaking News :

તરસાલીથી બરોડા ડેરી વચ્ચે રોડનો ફૂટપાથ ચોરાઈ ગયો

2024-06-15 18:06:23
તરસાલીથી બરોડા ડેરી વચ્ચે રોડનો ફૂટપાથ ચોરાઈ ગયો


તરસાલી તરફ ફૂટપાથ પર સુંદર સેલ્ફિ પોઈન્ટ અને બરોડા ડેરી તરફ ફૂટપાથ જ ગાયબ આવી રમૂજ તો વડોદરામાં જ બની શકે વડોદરાના તરસાલીથી બરોડા ડેરી તરફના રસ્તા પરથી ફૂટપાથ ચોરાઈ જવાની ઘટના સર્જાતા ખળભળાટ મચી ગયો છે. આ બનાવ અંગે વડોદરા કોર્પોરેશનના સંબંધિત અધિકારીઓ અજાણ છે. રસ્તા પરથી આખેઆખો ફૂટપાથ ચોરી  જનારી ટોળકી પણ જાણભેદુ હોવાની આશંકા છે. 


હકીકત એ છે કે, તરસાલી વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા ફૂટપાથ પર સરસ સેલ્ફિ પોઈન્ટ બનાવવામાં આવ્યો છે. જેની મજા માણવા માટે સાંજના સમયે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. એક સમય હતો જ્યારે તરસાલી રોડ પર ફૂટપાથ ઉપર ભારે દબાણો જોવા મળતા હતા. પણ કોર્પોરેશને છેલ્લા કેટલાક સમયથી ફૂટપાથની વેલ્યૂ સમજી હતી અને એની ઉપરથી દબાણો હટાવીને એને સુંદર લાઈટિંગ સાથે સુશોભિત કરવામાં આવ્યા હતા. જેનાથી આકર્ષિત થઈને અનેક લોકો રોજ સાંજે અહીંની સુંદર લાઈટિંગનો નજારો માણવા માટે આવે છે. પણ આશ્ચર્યની વાત એ છે કે, તરસાલીથી જેમ જેમ બરોડા ડેરી તરફ આવી એટલે ફૂટપાથ ગાયબ થતો જાય છે. 


સ્થાનિક લોકોનું માનવુ છે કે, રોજ રાત્રે અહીંનો ફૂટપાથ કોઈ અજ્ઞાત લોકો ચોરી જાય છે. ફૂટપાથના ચોરાવવા પાછળ કોઈ જાણભેદું હાથ હોવાની આશંકા નકારી શકાતી નથી. ફૂટપાથ ચોરાઈ જવાની અથવા ગૂમ થઈ જવાની ઘટના અંગે કોર્પોરેશનના અધિકારીઓ અને સ્થાનિક કાઉન્સીલરો અજાણ છે. અલબત્ત, ફૂટપાથ ગાયબ થઈ ગયા પછી એની ઉપર વાહન પાર્કિંગ શરુ થઈ ચુક્યુ છે. બની શકે કે, કદાચ વાહન પાર્કિંગ માટે જ ફૂટપાથની ચોરી થઈ હોય અથવા એને હટાવી દેવામાં આવ્યો હોય. ખેર, આખેઆખો ફૂટપાથ ગાયબ થઈ જાય એવી ઘટના તો માત્રને માત્ર વડોદરામાં જ બની શકે. 

Reporter: News Plus

Related Post