News Portal...

Breaking News :

નવાયાર્ડ રામેશ્વરની ચાલ ખાતે બાલગોપાલ ગરબા મહોત્સવ

2024-09-25 15:32:19
નવાયાર્ડ રામેશ્વરની ચાલ ખાતે બાલગોપાલ ગરબા મહોત્સવ


વડોદરા : 'મારી દીકરી, મારા આંગણે'  અંતર્ગત સતત છઠ્ઠા વર્ષે બાલગોપાલ ગરબા  મહોત્સવ દ્વારા શહેરના નવાયાર્ડ, રામેશ્વરની ચોલ ખાતે તા.03 થી12 ઓક્ટોબર દરમિયાન ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. 


શહેરના નવાયાર્ડ વિસ્તારમાં આવેલા રામેશ્વર ની ચાલ ખાતે બાલ ગોપાલ ગરબા મહોત્સવ દ્વારા વિજયભાઇ જાધવ તથા રિયા ઉતેકરની આગેવાનીમાં  સતત છઠ્ઠા વર્ષે 'મારી દીકરી, મારા આંગણે' અંતર્ગત  ચાર વર્ષથી 15 વર્ષ સુધીના બાળકો માટે તા.03 ઓક્ટોબર થી 12 ઓક્ટોબર સુધી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં બાળકો પોતાના માતાપિતા પરિવારની નજર સામે રહે, સુરક્ષિત રહે તે માટે આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે અહીં દરવર્ષે  ગરબા રમવા માટે બાળકોના આઇડી કાર્ડ તૈયાર કરવામાં આવે છે જેના માટે નવરાત્રિના પંદર દિવસ અગાઉથી બાળકોના ફોર્મ, ફોટો સાથે ભરવામાં આવે છે જેમાં કોઇપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી તદ્દન નિશુલ્ક આયોજન કરવામાં આવે છે.


દરવર્ષે નવરાત્રિના નવ દિવસ સુધી બાળકોને વિવિધ લ્હાણીઓનુ વિતરણ કરવામાં આવે છે વિજેતા બાળ ગરબા ખેલૈયાઓ છોકરા- છોકરી એમ બંને માટે છેલ્લા દિવસે સાયકલનુ ઇનામ રાખવામાં આવ્યું છે. હાલમાં અહીં ગરબાની તૈયારીઓ ચાલી રહી છે ખાસ કરીને ચોમાસું હોય વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને વરસાદી પાણીનો વહેલી તકે નિકાલ થાય તેવી સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર આયોજન અંગે આયોજક વિજય જાધવે તથા રિયા ઉતેકરે જણાવ્યું હતું કે, આજની પરિસ્થિતિ જોતાં બાળકો સુરક્ષિત રીતે ગરબા રમી શકે માતાપિતા તથા પરિવાર પણ નિશ્ચિંત રહે અને બાળકો પણ ગરબાનો આનંદ માણી શકે તે બાબતોને ધ્યાનમાં રાખીને આ છઠ્ઠા વર્ષે આયોજન કરવામાં આવ્યું છે.

Reporter: admin

Related Post