News Portal...

Breaking News :

સંજીવની મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ ખાતે ડિલિવરી દરમિયાન બાળકનું મૃત્યુ

2025-04-22 18:06:52
સંજીવની મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ ખાતે ડિલિવરી દરમિયાન બાળકનું મૃત્યુ


વડોદરા : આજવા રોડ પાસે આવેલા બાકરોલ ગામ ખાતે રહેતી   રહેતી ભૂમિકા ભાલીયા ઉંમર 22  ને સોમવારના દિવસે ડિલિવરી માટે સોમા તળાવ પાસે આવેલ સંજીવની મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી, ડિલિવરી દરમિયાન બાળકનું મૃત્યુ થયું હતું જેને લઈને પરિવારએ હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો હતો.

 


ડોક્ટર પર આક્ષેપ કર્યા હતા કે બાળકના મૃત્યુનું કારણ ડોક્ટર છે. પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સોમવારના દિવસે ડભોઇ રોડ સોમા તળાવ પાસે આવેલ સંજીવની હોસ્પિટલ ખાતે ડીલીવરી કરવા માટે લઈને આવેલી ભૂમિકાને સોમવારે વહેલી સવારે લઈ આવ્યા હતા તે દરમિયાન ભૂમિકાની ડિલિવરી કરવા માટે ઓપરેશન ખાતે લઈ જવામાં આવી હતી તે દરમિયાન ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ભૂમિકાની સીઝર ઓપરેશન કરવું પડશે જ્યારે ઓપરેશન બાદ બાળકને વેન્ટિલેટર પર મુકવામાં આવ્યો છે તારે હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બાળક વેન્ટિલેટર પર છે  


જ્યારે બાળકના પિતાએ તેમને ચેક કર્યું ત્યારે બાળક મૃત્યુ પામ્યો હતો અને ત્યારબાદ ડોક્ટરો દ્વારા કલાક પછી જાણ કરવામાં આવી હતી કે બાળકનું મૃત્યુ જાહેર થયું છે અને માતાને એસએજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. જ્યારે ડોક્ટરને પૂછતા તેમને જણાવવામાં આવ્યો હતો કે બાળકના ધબકારા ઘટી જવાના કારણે સીઝર ડિલિવરી કરવી પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ હતી જેને લઈને સીઝર કરવામાં આવી હતી અને બાળકને વેન્ટિલેટરમાં મૂકવામાં આવ્યો હતો જેને લઈને આજે પરિવારજનો સંજીવની હોસ્પિટલ સાથે હોબાળો મચાવ્યો હતો કે ડોક્ટર નિષ્કાળથી ના કારણે બાળકનો મૃત્યુ થયું છે અને બાળકનું મૃત્યુ થયું ત્યારે અમને જાણ ન કરી હતી તેવા હશે. પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા જ્યારે સમગ્ર મામલે પરિવારજનોએ 100 નંબર પર પોલીસ ને  જાણકારી પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે અને આગળની કાર્યવાહી પોલીસ કરશે.

Reporter: admin

Related Post