News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : કબજિયાત દૂર કરવાના ઉપાય

2025-06-07 12:31:49
આયુર્વેદિક ઉપચાર :  કબજિયાત દૂર કરવાના ઉપાય


- અજમો અને સોના મુખીનું ચૂર્ણ હુંફાળા પાણી સાથે લેવું.
- મગનો સુપ પીવાથી આંતરડાનો મળ છૂટો પડે છે.
- નરણા કોઠે સવારમાં થોડુ ગરમ પાણી પીવું.
- રાત્રે સહેજ ગરમ કરેલા પાણીમાં મીઠુ નાખી પીવું.
- લીબુંનો રસ ઠંડા અથવા ગરમ પાણીમાં સવારે પીવું.
- ખજૂરને રાત્રે પલાળી રાખી સવારે મસળી, ગાળીને તે પાણી પીવું.
- ગરમ પાણીને ઠંડુ કરી તેમાં એક ચમચી આદુનો રસ, એક ચમચી લીબુંનો રસ અને બે ચમચી મધ મેળવી પીવું.
- રોજ સવારે એક ગ્લાસ ઠંડા પાણીમાં અને રાત્રે દૂધમાં બે ચમચી મધ મેળવીને પીવું. અજમાના ચૂર્ણમાં સચર નાખી ફાકવું.
- તુલસીના ઉકાળામાં સિંધવ અને સૂંઠ નાખી પીવું.
- કાંદાને ગરમ રાખમાં સેકી રોજ સવારે ખાવી.

Reporter: admin

Related Post