વધુ પડતું નમકનું સેવન
વધતી ઉંમરની સાથે ખાતરી કરો કે તમે વધુ પડતા નમકનું સેવન નથી કરતા ને. નમકમાં ઘણું સોડિયમ હોય છે જે તમારા હાડકાની ઘનતા ને નુકસાન પહોંચાડે છે અને તમારા હાડકાને નબળા બનાવી શકે છે.
.
વધુ પડતું ચા અને કોફીનું સેવન
વધુ પડતી ચા અને કોફીનું સેવન તમારા હાડકાની ઘનતા ને પણ નુકસાન પહોંચાડે છે. વાસ્તવમાં તેમાં રહેલ કેફિનની માત્રા હાડકામાંથી કેલ્શિયમ દૂર કરવાનું કામ કરે છે જેના કારણે હાડકા વચ્ચે ઘનતા ઘટી જાય છે.
ગેસ યુક્ત પીણા
ગેસ યુક્ત પીણા પણ તમારા હાડકાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. આ તમારા શરીરમાં માત્ર સોડા ની માત્રામાં વધારો જ નથી કરતા પરંતુ તમારી હાડકાની ઘનતા પણ ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમાં રહેલું ફો્સર્ફોરિક એસિડ તમારા હાડકાને નબળા બનાવવાનું કામ કરે છે.
વધુ પડતું આલ્કોહોલનું સેવન
વધુ પડતા આલ્કોહોલના સેવનને કારણે કેલ્શિયમની ઉણપ સામાન્ય છે. વાસ્તવમાં આલ્કોહોલમાં વધુ પડતા સેવનને કારણે શરીર કેલ્શિયમને સોસવામાં અસમર્થ બની જાય છે. જે હાડકાની ઘનતા ને અસર કરે છે. જેના કારણે હાડકામાં દુખાવો વધી જાય છે અને નબળા પડવાની પ્રક્રિયા શરૂ થાય છે
Reporter: admin