News Portal...

Breaking News :

અવનવી વાનગી : ગુજરાતી વાનગી ખાંડવી બનાવવાની રીત

2024-10-22 09:59:40
અવનવી વાનગી : ગુજરાતી વાનગી ખાંડવી બનાવવાની રીત


ખાંડવી બનાવવા માટે  બે કપ બેસન, એક કપ ખાટી છાસ, મીઠુ જરૂર પ્રમાણે, અડધી ચમચી હળદર, એક ચમચી રાઈ, એક ચમચી સફેદ તલ, એક ચમચી જીરું, ધાણા ચોપ કરેલા, એક ચમચી કોપરાનું છીણ, બેથી ત્રણ લીલા મરચા કાપેલા, પાંચ થી દસ મીઠાં લીમડાના પાન અને તેલ જરૂર પ્રમાણે જરૂરી છે.


એક વાસણમાં બેસન, છાસ, મીઠુ અને હળદર લઇ બ્લેન્ડર વડે મિક્સ કરો, ધ્યાન રહે કે આ મિક્ષરમાં કોઈ ગાંઠ ન પડે. હવે આ મિક્ષરને જાડા તડીયા વાળા વાસણમાં  ધીમી આંચ પર હલાવતા રેહવું. મિક્ષરમાં ગાંઠ ન પડે અને ઘટ્ટ બને ત્યાં સુધી હલાવતા રેહવું. જેથી બેસન કાચું ન રહી જાય. હવે થાળી પર આગળ અને પાછળ તેલ લગાવી આ ખીરું પાથરી લો. અને સરખી રીતે પાતળા લેયરમાં ફેલાવી લેવું. 


અલગ અલગ થાળીમાં ખીરું પાથરી લો. પાંચ મિનિટ સુધી તેને ઠન્ડુ પડવા દઈ ચાકુ વડે સીધી પટ્ટીમાં કાપી લો. હવે દરેક પટ્ટીનો રોલ બનાવી તેને કઢાઈમાં તેલ ગરમ કરી, રાઈ, જીરું, તલ, ચોપ કરેલ લીલા મરચા ઉમેરી વઘાર કરી લો. અને તૈયાર થયેલ ખાંડવી પર ઉપરથી કોપરાનું છીણ  અને ધાણા ભભરાવી લો. ખુબ ટેસ્ટી ખાંડવી ઓછા સમયમાં તૈયાર થઇ જશે.

Reporter: admin

Related Post