ભારતની યુવા બેડમિન્ટન ખેલાડી અસ્મિતા ચાલિહાએ શાનદાર પ્રદર્શન કરતા Korea Masters 2026ની મહિલા સિંગલ્સ કેટેગરીનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. ફાઇનલ મુકાબલામાં અસ્મિતાએ ચીનની હાન કિયાન શીને હરાવીને પોતાના કરિયરમાં પ્રથમ BWF World Tour ખિતાબ જીત્યો છે.
ફાઇનલ મુકાબલામાં અસ્મિતાને શરૂઆતમાં ઝટકો લાગ્યો હતો અને તેણે પ્રથમ ગેમ 14-21થી ગુમાવી હતી. જોકે, ત્યારબાદ ભારતીય ખેલાડીએ જોરદાર વાપસી કરી. તેણે બીજી ગેમમાં આક્રમક રમતનું પ્રદર્શન કરતા 21-14થી જીત મેળવી હતી. નિર્ણાયક ત્રીજી ગેમમાં પણ અસ્મિતાએ દબાણ જાળવી રાખ્યું અને 21-14થી ગેમ જીતીને ખિતાબ પોતાના નામે કર્યો.
અસ્મિતાએ ફાઇનલ મુકાબલો 14-21, 21-14, 21-14ના સ્કોરથી જીત્યો. આ સિદ્ધિ તેમના કરિયર માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે આ તેમનો પ્રથમ BWF World Tour ખિતાબ છે.
ફાઇનલ પહેલાં અસ્મિતાએ સેમિફાઇનલમાં પોતાની જ દેશની ખેલાડી રક્ષિતા રામરાજને હરાવીને ખિતાબી મુકાબલામાં સ્થાન મેળવ્યું હતું. Korea Mastersમાં તેમના શાનદાર પ્રદર્શનથી ભારતીય બેડમિન્ટનને નવી આશા મળી છે. તેમની આ જીતથી આંતરરાષ્ટ્રીય મંચ પર તેમની ઓળખ પણ વધુ મજબૂત બની છે.
Reporter: admin







