News Portal...

Breaking News :

તિરુવનંતપુરમમાં ઇલેક્ટ્રિક OLA સ્કૂટર ઝડપથી ગરમ થયું બાદમાં આગની લપેટમાં આવી ગયું

2024-10-09 19:14:27
તિરુવનંતપુરમમાં ઇલેક્ટ્રિક OLA સ્કૂટર ઝડપથી ગરમ થયું બાદમાં આગની લપેટમાં આવી ગયું


કેરળ : અહીંના તિરુવનંતપુરમમાં ચાલતી ઇલેક્ટ્રિક OLA સ્કૂટરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. 


આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સ્કૂટર ની સીટમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગે છે. જેથી ડરથી સવાર વ્યક્તિ તેને સાઈડમાં ઊભું રાખીને ત્યાંથી ઝડપથી ભાગી જાય છે. તેના થોડા જ સમયમાં આખી ઇલેક્ટ્રિક સ્કૂટર આગની લપેટમાં આવી જાય છે અને બળીને ખાક થઈ જાય છે. કટ્ટક્કડા ફાયર પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માત ત્યારે થયો જ્યારે રાહુલ નામનો યુવક તેના મિત્ર સાથે આ ઇલેક્ટ્રિક OLA પર કોલેજ જઈ રહ્યો હતો. એવામાં અચાનક સ્કૂટર ઝડપથી ગરમ થયું અને ધુમાડો નીકળવા લાગ્યો. ધુમાડો જોઈને સ્કૂટર સવારો ગભરાઈ ગયા અને બાઈકને રોડની બાજુમાં પાર્ક કરીને દૂર ઊભા રહી ગયા. 


થોડી જ વારમાં સ્કૂટરમાં આગ લાગી. થોડી જ વારમાં આગએ બાઈકને લપેટમાં લીધું હતું અને તે સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયું હતું.આ અકસ્માતે ઈલેક્ટ્રિક બાઈકની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉભા કર્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ પૂછી રહ્યા છે કે શું ઈલેક્ટ્રિક વાહન કંપનીઓ બેટરી અને ચાર્જિંગ સિસ્ટમને સુધારવા માટે પર્યાપ્ત પગલાં લઈ રહી છે કે નહી... આ સિવાય ઈલેક્ટ્રિક બાઇક ચાલકોને સલાહ આપવામાં આવી રહી છે કે તેઓ આવી ઘટનાઓથી બચવા માટે બેટરીને યોગ્ય રીતે ચાર્જ કરે અને ચાર્જિંગ દરમિયાન હંમેશા સતર્ક રહે.

Reporter: admin

Related Post