નવી દિલ્હી: તાજેતરની હિંસાની પરિસ્થિતિ વચ્ચે શાંતિ સ્થાપવા માટે કેન્દ્ર સરકાર મણિપુરમાં 10,000 થી વધુ વધારાના સૈનિકો મોકલશે.
કેન્દ્ર સરકારે મણિપુરમાં જાતિય હિંસા પર કાબૂ મેળવવા માટે વધારાની 90 કંપની મોકલવાનો નિર્ણય લીધો છે, આ બાદ હવે મણિપુરમાં તૈનાત કેન્દ્રીય સુરક્ષા દળોની સંખ્યા વધીને 288 કંપનીઓ થઈ જશે.કેન્દ્ર સરકારે જાતિય હિંસાથી પ્રભાવિત મણિપુરમાં 10,000 થી વધુ વધારાના સૈનિકો મોકલવાનો નિર્ણય લીધો છે. મ્યાનમાર સરહદને અડકીને આવેલા મણિપુરમાં કેન્દ્રીય દળોની કુલ કંપનીઓની સંખ્યા વધીને 288 થઈ જશે.
આ માહિતી રાજ્યના મુખ્ય સુરક્ષા સલાહકાર કુલદીપ સિંહે આપી હતી.કુલ 90 નવી કંપનીઓ તૈનાત કરવામાં આવી રહી છે, જેમાંથી મોટાભાગની કંપનીઓ ઈમ્ફાલ પહોંચી ગઈ છે. આ કંપનીઓમાં લગભગ 10,800 સૈનિકો સામેલ છે. કુલદીપ સિંહે કહ્યું કે આ દળોને સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી રહ્યા છે જેથી કરીને લોકોના જીવન અને સંપત્તિની સુરક્ષા કરી શકાય અને હિંસા અટકાવી શકાય.
Reporter: admin