સાવલી બસ સ્ટેશન માંથી અવારનવાર અનિયમિત બસને લઈ વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ વધી રહી છે. સાવલીથી આણંદ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ માટે બસ મુકવામાં આવી છે.
પરંતુ વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોવાથી એક બસની અંદર 56 સીટની જગ્યાએ 150 જેટલા વિદ્યાર્થીઓને જવું પડે છે .જેના કારણે વિદ્યાર્થીઓને હાલાકી ભોગવી પડે છે .અને ઘણા સમયથી બસોનો સમય અનિયમિત છે તેને પણ નિયમિત કરવામાં આવે તેવી માંગ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કરવામાં આવી. વિદ્યાર્થીઓને ધક્કા મૂકી દરમિયાન નાની મોટી ઇજાઓ પણ થતી હોય છે. તો સાવલી થી વાયા વાસદ આણંદ બસોમાં વધારો કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સાવલી બસ સ્ટેશનમાં ડેપો ઇન્ચાર્જને આવેદનપત્ર આપવામાં આવ્યું. અમુક રૂટો પર બસો આવતી નથી. અને સાવલી બસ સ્ટેશન ની અંદર અમુક લોકો આવીને બેસી રહે છે. જેવો મુસાફર પણ નથી હોતા. વિદ્યાર્થીઓને પોતાના બસ પાસ કઢાવવાની પણ તકલીફો પડી રહી છે સર્વર સ્લો થઈ જાય છે તેને અપગ્રેડ કરવામાં આવે વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કરવામાં આવી.
Reporter: admin