News Portal...

Breaking News :

બાંગ્લાદેશીઓની તમામ ડીટેલ આઇડેન્ટિફિકેશન પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે

2025-04-30 14:35:17
બાંગ્લાદેશીઓની તમામ ડીટેલ આઇડેન્ટિફિકેશન પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે


વડોદરાઃ જિલ્લા પોલીસે ઘૂસણખોરો સામે સતત ચોથે દિવસે ઝુંબેશ જારી રાખી છે અને આજે  વધુ ૫૦ શકમંદોને તપાસ્યા હતા.તો બીજીતરફ પકડાયેલા ૧૪ બાંગ્લાદેશીઓને ડીપોર્ટ નહિ કરાય ત્યાં સુધી વડોદરા પોલીસ નજર કેદમાં રાખશે.



વડોદરા શહેર પોલીસ દ્વારા અત્યાર સુધીમાં ૧૭૫૦ જેટલા શકમંદોની તપાસ કરવામાં આવી છે.જે પૈકી ૧૪ જણા પાસેથી બાંગ્લાદેશના પુરાવા મળી આવતાં તેમને વડોદરા પોલીસના છ હંગામી ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે.પોલીસ કમિશનરે કહ્યું છે કે,તમામ ૧૪ બાંગ્લાદેશીઓની તમામ ડીટેલ,ફિંગર પ્રિન્ટ, ફોટોગ્રાફ્સ ફોરેનર્સ આઇડેન્ટિફિકેશન પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે.


આ ઉપરાંત બાકીના ૬૬ શકમંદો પાસેથી મળેલા પુરાવાની તેમના વતનમાં તપાસ કરવામાં આવી રહી છે.પોલીસની જુદીજુદી એજન્સીઓ મારફતે પકડાયેલા  બાંગ્લાદેશીઓએ બોગસ ડોક્યુમેન્ટ કેવી રીતે બનાવ્યા અને વડોદરામાં આવવાનો ઇરાદો શું હતો તેની તપાસ કરવામાં આવી રહી છે.

Reporter: admin

Related Post