વડોદરા : રાજકોટમાં આજે સર્જાયેલી કરુણ ઘટનામાં ૨૪ લોકો જીવતા ભુજાયા છે. ત્યારે ઉનાળામાં શહેરો અને નગરોમાં ફન પાર્ક અને ફન ઝોન ના નામે ફાયર સેફ્ટી વિના વેપાર ચાલતો હોય છે. ત્યાં રાજકોટની ઘટના બાદ વડોદરા માં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે તપાસ શરૂ કરી છે.
30 ઓક્ટેબર 200 ના રોજ મોરબીના ઝુલતા પુર આશરે 200 કરતા વધારે લોકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જોકે આ પુલની એટલી ક્ષમતા હતી નહીં. ત્યારે આ મોરબીનો ઝુલતો પુલ એકાએક તૂટી પડ્યો હતો. આ અકસ્માતમાં સરકારના કહ્યા પ્રમાણે કુલ 141 લોકોના મોત નિપજ્યા હતા.
તાજેતરમાં વડોદરમાં થયેલા હરણી કાંડએ તો ગુજરાત સહિત દેશના દરેક લોકોના જીવને તાળવે ચોટાડી દીધો હતો. આ ઘટનામાં વડોદરાની સનરાઈસ શાળાના વિદ્યાર્થીઓ પ્રવાસ માટે હરણી લેક પર આવ્યા હતા. ત્યારે માસૂમ બાળકોની આ અંતિમ યાત્રા હશે, તેની માસૂમ બાળકોને જાણ ન હતી. આ બોટની અંદર હરણી લેકના વ્યક્તિઓ દ્વારા બોટની ક્ષમતા કરતા વધારે નાના બાળકો સાથે શિક્ષકોને બેસાડવામાં આવ્યા હતા. તો બીજી તરફ બાળકો સેફ્ટી જેકેટ પણ પહેરાવામાં આવ્યો ન હતો. ત્યારે હરણી લેકની વચોવચ બોટ ડૂબી ગઈ હતી.
પૂર્વે મેયર સુનિલ સોલંકી એ દેખાવો પૂરતા ફાયર સેફટી લગાવેલા તમામ ગેમ ઝોનો તાત્કાલીક બંધ કરવા તંત્ર ને અપીલ કરતી પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકી...
રાજકોટની ઘટના બનતા ઈન ચાર્જ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રાહ્મભટે તાત્કાલિક અસરથી એક બેઠક બોલાવી હતી.
જ્યારે કોઈપણ ઘટના બને ત્યારે તંત્ર જાગતું હોય છે. જો કે વડોદરા શહેરમાં કેટલાક ફન ફેરો આવે છે પરંતુ તંત્ર દ્વારા જે મંજૂરી આપવામાં આવતી હોય છે એ એની પાસે છે કે નહીં તેનો તપાસ પર કરવામાં આવતી નથી? જોકે વડોદરા શહેરના પૂર્વ મેયર સુનિલ સોલંકી સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી હતી કે વડોદરામાં દેખાવો પૂરતા ફાયર સેફ્ટી લગાવેલા તમામ ગેમ ઝોનો તાત્કાલિક બંધ કરવા તંત્રને અપીલ કરી હતી.
Reporter: News Plus