નવીદિલ્હી: સરકારી કામોમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાના બનાવો જગ જાહેર છે.અયોધ્યામાં નવનિર્માણ પામેલા રામ મંદિર બાદ હવે નવનિર્મિત સંસદ ભવનમાં પણ પાણી ટપકવાની ઘટનાઓ બની રહી છે.
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને લોકસભા સાંસદ અખિલેશ યાદવે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું છેકે 'આ નવી સંસદ કરતા તો જૂની સંસદ સારી હતી, જ્યાં જૂના સાંસદો પણ આવીને મળી શકતા હતા. તો ફરી જ્યાં સુધી કરોડો રૂપિયાના ખર્ચે બનેલી સંસદમાં પાણી ટપકવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યાં સુધી જૂની સંસદમાં જઈએ. જનતા સવાલ કરી રહી છે કે ભાજપ સરકારમાં બનેલી દરેક નવી છતમાંથી પાણી ટપકવું એ તેમની વિચારપૂર્વક બનાવેલી ડિઝાઈનનો ભાગ છે કે પછી..અખિલેશ ઉપરાંત કોંગ્રેસ સાંસદ મણિકમ ટાગોરે પણ એક્સ પર પોસ્ટ કરીને સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ સાંસદે લખ્યું છે કે 'બહાર પેપર લીક, અંદર પાણી લીક. રાષ્ટ્રપતિ દ્વારા ઉપયોગમાં લેવાતી સંસદની લોબીમાં પણ પાણીનું લીકેજ, નવી સંસદ ભવનમાં હવામાન સંબંધિત સમસ્યાઓ પર પ્રકાશ પાડી રહી છે.
નિર્માણ પુરુ થયાના એક વર્ષ બાદ જ આવી સ્થિતિ સર્જાઈ છે. આ મુદ્દે લોકસભામાં સ્થગિત દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી.શિક્ષણ મંત્રી આતિશીએ ભારે વરસાદને કારણે આજે (01 ઓગસ્ટ) શહેરની તમામ શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરી હતી. મંત્રીએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું છેકે 'બુધવારે સાંજે ખૂબ જ ભારે વરસાદ અને ગુરુવારે ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને, તમામ સરકારી અને ખાનગી શાળાઓ પહેલી ઓગસ્ટે બંધ રહેશે.' ઉલ્લેખનીય છેકે દિલ્હીમાં ભારે વરસાદને કારણે રોબિન સિનેમા પાસે એક મકાન ધરાશાયી થતાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો. અન્ય એક ઘટનામાં દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના વસંત કુંજમાં દિવાલ ધરાશાયી થતાં એક મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી.
Reporter: admin