News Portal...

Breaking News :

અગાઉથી વધુ તાકાત સાથે અદાણી પોર્ટફોલિયોનો ઉત્તરોત્તર વિક્રમી પ્રદર્શનનો સિલસિલો જારી

2024-06-02 19:36:56
અગાઉથી વધુ તાકાત સાથે અદાણી પોર્ટફોલિયોનો  ઉત્તરોત્તર વિક્રમી પ્રદર્શનનો સિલસિલો જારી


નાણા વર્ષ-24માં  EBITDA 45%ની વૃદ્ધિ સાથે EBITDA 

અધધ રુ.82,917 કરોડ (USD 10 બિલિયન)એ પહોંચ્યો 

અદાણી પોર્ટફોલિયોનો EBITDA વાર્ષિક ધોરણે વિક્રમી 45% વધીને રુ.82,917 કરોડ ( અંદાજે USD 10 બિલિયન)

કોર ઈન્ફ્રાસ્ટ્રક્ચર"વ્યવસાયો મારફત 84% EBITDA જે અતિ અનુમાનિત રોકડ પ્રવાહનું સર્જન પુરું પાડે છે.

વાર્ષિક ધોરણે કામકાજ (FFO) થી ભંડોળના પ્રવાહનો રોકડ નફો 51% વધીને રુ. 56,828 કરોડ (અંદાજે USD 7 બિલિયન) હતો.

  ત્રણ દાયકામાં નિર્માણ થયેલો અસ્ક્યામતોનો મજબૂત આધારસ્તંભ હવે રુ. 478,137 કરોડ (અંદાજે USD 57 બિલિયન) છે, જે 16% વધુ છે. આ અસ્કયામતો 350 મિલિયનથી વધુ વપરાશકારોના પ્રચંડ ગ્રાહક આધારને સેવા આપે છે

નાણા વર્ષ-23 માં 55%ની સામે કુલ અસ્કયામતો પર લગાવવામાં આવેલી ઇક્વિટી અત્યાર સુધીની સૌથી વધુ 62% છે

વાર્ષિક ધોરણે 48.5% અર્થાત રુ 59,791 કરોડ (અંદાજે USD 7 બિલિયન)ની રોકડ અનામત અત્યાર સુધીના સર્વોચ્ચ શિખરે છે

નાણાકીય વર્ષ-23ના અંતે લીવરેજ (EBITDA ને ચોખ્ખું દેવું) 3.3x થી ઘટીને 2.2x થયું છે જે બહુવિધ-વર્ષોના નગણ્ય સ્તરે છે

અમદાવાદ, ૨ જૂન ૨૦૨૪: પારદર્શિતાના સર્વોચ્ચ ધોરણોને જાળવી રાખવાની અદાણી પોર્ટફોલિયોની પ્રતિબદ્ધતાને અનુરૂપ કંપનીઓએ નાણાકીય વર્ષ 2023-24 દરમિયાનના કામકાજ માટે અદાણી પોર્ટફોલિયોના ક્રેડિટ અને પરિણામોનો સારાંશ સહર્ષ બહાર પાડ્યો જે પોર્ટફોલિયોના નાણાકીય પ્રદર્શનમાં ઊંડી આંતરદૃષ્ટિ પુુરી પાડવા સાથે હિતધારકો અને જનતા સમક્ષ સ્પષ્ટ અને વિગતવાર માહિતી પ્રસ્તુત કરવા માટેના કંપનીઓના સમર્પણ અને ઉત્તરદાયિત્વને મજબૂત બનાવે છે.

નાણા વર્ષ-24 અને પાછલાં અડધા દસકાનું પ્રદર્શન અદાણી પોર્ટફોલિયોની સંગીનતા, સ્થિરતા તેમજ તેના વ્યવસાયોની મજબૂતી દર્શાવે છે, જે તમામ બાહ્ય અસ્થિરતા અને વિકટ સંજોગો હોવા છતાં ઉત્તરોતર વર્ષો દરમિયાન મજબૂતીની નવી ઉંચાઇ સર કરવા સાથે સાતત્યપૂર્ણ વૃદ્ધિ હાંસલ કરવા તરફના પ્રયાણ તરફ આગળ વધી રહી છે. વળતરને મહત્તમ માર્ગે લઇ જઇ અને જોખમો ઘટાડતી  કંપનીઓની મૂડી ફાળવણીની શ્રેષ્ઠ વ્યૂહરચના ઉપર પણ પ્રકાશ પાડે છે



અદાણી પોર્ટફોલિયોએ અત્યાર સુધીના સૌથી મજબૂત નાણાકીય પરિણામો નોંધાવ્યા છે.  નાણા વર્ષ-24 માં સ્થિતિસ્થાપકતા, શક્તિ અને સ્થિરતાની સાબિતીરુપ અદાણી પોર્ટફોલિયોની કંપનીઓના કામકાજનો દેખાવ તેના શ્રેષ્ઠ સ્તરે પહોંચ્યો હતો અને EBITDAમાં 45% ની વિક્રમી વૃદ્ધિ નોંધાવી છે. વધતા રોકડ પ્રવાહ અને ઉન્નત ક્રેડિટ પ્રોફાઇલ્સ સાથે, અદાણી પોર્ટફોલિયો વૃદ્ધિને વેગ આપવા માટે 'અત્યાર સુધીની સૌથી વધુ મજબૂત' સ્થિતિમાં છે.


EBIDTA: વાર્ષિક ધોરણે સતત આગળ ધપતો EBITDA  45% વૃદ્ધિ સાથે વધીને રુ. 82,917 કરોડ (અંદાજે USD 10 બિલિયન) થયો છે, જે અદાણી પોર્ટફોલિયોની તવારીખમાં સૌથી વધુ છે. 

રોકડ નફો અથવા FFO: કામકાજ (FFO) થકી ભંડોળના પ્રવાહનો રોકડ નફો રુ. 56,828 કરોડ (અંદાજે USD 6.7 બિલિયન) હતો, જે વાર્ષિક ધોરણે 51% ની વૃદ્ધિ નોંધાવે છે, જે તેની શિસ્તબદ્ધ રોકાણ વ્યૂહરચનાને આભારવશ EBITDA ના રોકડ નફામાં ઉચ્ચ રૂપાંતરણ પુરું પાડે છે.  

કોર ઈન્ફ્રાસ્ટ્રક્ચર EBITDA: EBITDA માં સતત વૃદ્ધિ કોર ઈન્ફ્રા અને યુટિલિટી પ્લેટફોર્મના ઊંચા યોગદાનને આભારી છે, જે ભાવિના ઔદ્યોગિક પ્રવૃત્તિના એંધાણને પારખવાની સ્તરની ક્ષમતા, સ્થિરતા અને દૃશ્યતા પૂૂરી પાડે છે. કોર ઇન્ફ્રા અને યુટિલિટી પ્લેટફોર્મે રુ. 69,337 કરોડ અથવા કુલ EBITDA ના 84% પેદા કર્યા છે. એરપોર્ટ, વીજળી વિતરણ, સ્માર્ટ મીટરિંગ, ગેસ વિતરણ અને સીધા ગ્રાહકો સાથે જોડતા ડિજિટલ પ્લેટફોર્મ ઉપર ઝડપથી વિકસતા ગ્રાહક ફ્રેન્ચાઇઝી સાથે પ્લેટફોર્મના વપરાશકારોનો આધાર વધીને પ્રચંડ 350 મિલિયનથી વધુ થયો છે.

કુલ અસ્ક્યામતો: કુલ અસ્ક્યામતો રુ. 65,901 કરોડ (USD 8 બિલિયન) અથવા 16% વધી છે જે હાલમાં રુ.4,78,137 કરોડ (USD 57.4 બિલિયન) છે. 

કોન્ઝરવેટિવ લિવરેજીંગ: વધતા રોકડ નફાના કારણે ચોખ્ખો લાભ નોંધપાત્ર રીતે ઘટ્યો છે. નાણા વર્ષ-23ના અંતે EBITDA ને ચોખ્ખું દેવું 3.3x થી ઘટીને 2.2x થયું છે, જે ઉદ્યોગના બેન્ચમાર્ક કરતા નોંધપાત્ર રીતે ઓછું છે. અદાણી પોર્ટફોલિયો પાસે વધુ વૃદ્ધિ માટે હવે સંગીન બેલેન્સ શીટ ક્ષમતા છે.

તરલતાની સ્થિતિ: પોર્ટફોલિયો સ્તરે અત્યાર સુધીની સૌથી વધુ રુ. 59,791 કરોડ (USD 7.2 બિલિયન) રોકડ અનામત હતી, જે ગત વર્ષ કરતાં 48.5% વધુ અને કુલ દેવાના 24.8% હતી.

રેટિંગ્સ: અનુમાનિત રોકડ પ્રવાહની ફળશ્રુતિરુપે સમગ્ર પોર્ટફોલિયો કંપનીઓના બહુવિધ રેટિંગ અપગ્રેડ થયા છે.'AAA' રેટિંગ મેળવનારી અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન વિશાળ પાયાની પ્રથમ ભારતીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની બની છે. આ સાથે ત્રણ લિસ્ટેડ પોર્ટફોલિયો કંપનીઓ APSEZ, અંબુજા સિમેન્ટ અને ACC  હવે સૌથી વધુ INR રેટિંગ 'AAA' ધરાવે છે. વધુમાં AESL હેઠળ અલીપુરદ્વાર ટ્રાન્સમિશન અને વેસ્ટર્ન ટ્રાન્સમિશન નામક બે 'AAA' રેટેડ એન્ટિટી છે.

વૈવિધ્યસભર ભંડોળ સ્ત્રોતો: અદાણી પોર્ટફોલિયો કંપનીઓ ડેટ પ્રોફાઇલ સ્થાનિક બેન્કિંગ, વૈશ્વિક બેન્કિંગ અને મૂડી બજારોમાં સંતુલિત એક્સપોઝરનું પ્રતિનિધિત્વ કરે છે. કુલ મિશ્ર ઋણમાંથી, સ્થાનિક બેન્કિંગ એક્સપોઝર 36% અને સ્થાનિક મૂડી બજાર 5% છે જ્યારે  વૈશ્વિક બેન્કિંગ બજારનું એક્સપોઝર 26% છે; વૈશ્વિક મૂડી બજાર 29% પર છે અને બાકી 4% અન્ય લોકો પાસે છે.

Reporter: News Plus

Related Post