News Portal...

Breaking News :

ગરમીમાં ચક્કર આવતા એક મહિલા તથા એક શ્રમજીવી ચક્કર આવતા પડી ગયા

2025-03-25 13:59:14
ગરમીમાં ચક્કર આવતા એક મહિલા તથા એક શ્રમજીવી ચક્કર આવતા પડી ગયા


વડોદરા: ગરમીમાં ચક્કર આવતા એક મહિલા તથા એક શ્રમજીવી ચક્કર આવતા પડી ગયા હતા.તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.



સલાટવાડામાં રહેતા અર્જુનસિંહ તખતસિંહ ભાટિયા (ઉં.વ.૫૫)  છૂટક મજૂરી કરે છે. સોમવારે બપોરે એક વાગ્યે કોઠી ચાર રસ્તા ક્રિષ્ણા એપાર્ટમેન્ટ પાસેથી ચાલતા જતા હતા. બપોરે ધોમધખતા તાપમાં તેઓને ચક્કર આવતા પડી ગયા હતા. તેઓના મોંઢામાંથી લોહી નીકળવા લાગતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. 



હરણી વિરોદ રોડ દેણા ગામ ઉંડા  ફળિયામાં રહેતા ૫૬ વર્ષના નૂરજરીબીબી ફિરોજભાઇ પરમાર  સાંજે સાડા પાંચ વાગ્યે ઘરેથી મોપેડ લઇને ફ્રૂટ લેવા નીકળ્યા હતા. ઘર  પાસે જ  મોપેડ પર બેસવા જતા ચક્કર આવતા તેઓ નીચે પડી જતા માથાના પાછળના ભાગે ઇજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગરમીના કારણે તેઓને ચક્કર આવ્યા હોવાનું પરિવારે જણાવ્યું છે.

Reporter: admin

Related Post