મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ ની બેઠકમાં 9 કામોને મંજૂરી
વડોદરા: મહાનગરપાલિકા ની આજ રોજ મળેલ સ્થાયી સમિતિ ની બેઠક માં 8 કામો અને એક વધારાનું કામ મળી 9 કામો લેવામાં આવ્યા હતા.જેમાં તમામ કામો ને મજૂરી આપવામાં આવી છે.

દર અઠવાડિયે મળતી સ્થાયી સમિતિની બેઠકમાં શહેરના વિકાસ લક્ષી કામો અંગે ચર્ચા કરી મંજૂર ના મંજૂર કરવામાં આવતા હોય છે ત્યારે આજની આ બેઠકમાં જમીન મિલકત શાખા બિલ્ડીંગ પ્રોજેક્ટ શાખા સયાજી બાગ જુ શાખા રોડ પ્રોજેક્ટ શાખા પાર્ક્સ એન્ડ ગાર્ડન શાખા, જેવા મહત્વના વિભાગના કામો લેવામાં આવ્યા હતા જેને મંજૂરી આપવામાં આવી છે.

જ્યારે એક કામ વધારાના કામ તરીકે લેવામાં આવ્યું હતું જે મુજબ અમદાવાદ શહેર ખાતે થયેલ વિમાન દુર્ઘટનામાં વડોદરા શહેરના મૃત્યુ પામેલ વ્યક્તિઓના કુટુંબીજનોને અશુભ પ્રસંગ બેસણા અર્થે ઉપલબ્ધ અતિથિગૃહ કે કોમ્યુનિટી હોલ ને વિનામૂલ્યે ફાળવવાના કામ ને મજૂરી આપવામાં આવી છે.


Reporter: admin