પ્રાકૃતિક કૃષિએ આજના સમયની તાતી જરૂરિયાત છે. પ્રાકૃતિક કૃષિને વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરાયા છે જેના પરિણામે આજે રાજયના અનેક ખેડૂતો આ કૃષિ તરફ વળ્યા છે.
તદ્દન નજીવા ખર્ચ થકી પ્રાકૃતિક કૃષિના અનેક ફાયદાઓ છે. ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે પ્રાકૃતિક કૃષિએ જ વિકલ્પ તરીકે ઉભરી આવેલ છે.વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના કડાછલા ગામના પ્રગતિશીલ ખેડૂત રાજેન્દ્રભાઈ પરમારએ પોતાની જમીનમાં પંચસ્તરીય બાગાયતી જંગલ મોડેલ અપનાવ્યું છે.તેઓ છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ખેતી કરે છે. તેઓ કોબીચ,મરચા,રીંગણ,સરગવો જેવા શાકભાજીના પાકોનું પ્રાકૃતિક ખેત પદ્ધતિથી વાવેતર કર્યું છે. જેમાં તેઓ જીવામૃત ટપક પધ્ધતિથી આપે છે અને જીવંત આચ્છાદાન કરે છે.
પ્રગતિશીલ ખેડૂત રાજેન્દ્રભાઈ પરમારએ જણાવ્યું કે, આ નવી ખેતી અને બાગાયતે અમને નિરાશ કે હતાશ કર્યા નથી. અમારો ખર્ચ લગભગ ૫૦ ટકા ઘટી જવાથી વળતર વધ્યું છે. અમને શુદ્ધ આહાર પસંદ છે એટલે કોબીચ,મરચા,રીંગણ,સરગવો જેવા સાત્વિક પાકોનું ઉત્પાદન કરીએ છે. આ ખેતી માટે ફક્ત દેશી ગાયના છાણ અને મૂત્રનો ઉપયોગ થાય છે. પ્રાકૃતિક ખેતી કોઈપણ રસાયણ પર આધારિત નથી. જેથી ખેડૂતોને રસાયણ પર થતાં ખર્ચથી બચાવે છે. તેમજ ખેત ઉત્પાદનમાં ઘટાડો કર્યા વિના જળ,જમીન અને પર્યાવરણનું સંવર્ધન કે છે. પ્રાકૃતિક ખેતીથી દેશી ગાયનું જતન એ સંવરધન થાય છે. લોકોને આરોગ્યપ્રદ અનાજ મળે છે અને પ્રાકૃતિક કૃષિ પેદાશોને સારા ભાવ મળે છે. જેનાથી ખેડૂતોની આવક વધે અને ખેડૂતોને આત્મનિર્ભર બનાવે છે.
Reporter: admin