News Portal...

Breaking News :

એમ એસ યુનિ.ના ઈન્ચાર્જ વીસી સામે પણ હાઈકોર્ટમાં પિટિશન થયેલી છે

2025-01-10 10:07:04
એમ એસ યુનિ.ના ઈન્ચાર્જ વીસી સામે પણ હાઈકોર્ટમાં પિટિશન થયેલી છે


વડોદરાઃ હાઈકોર્ટે લાલ આંખ કર્યા બાદ રાજ્ય સરકારને એમ.એસ.યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પદેથી ડો.વિજય શ્રીવાસ્તવનું રાજીનામુ લેવાની ફરજ પડી હતી. 


સરકારે ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર તરીકે જેમની સામે હાઈકોર્ટમાં પિટિશન થયેલી છે તે ધનેશ પટેલને ઈન્ચાર્જ વીસી બનાવ્યા છે. પ્રો.પટેલ ટેકનોલોજી ફેકલ્ટીના ડીન છે.મળતી વિગતો પ્રમાણે  ડો.વિજય શ્રીવાસ્તવ પાસે  એમ.એસ.યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર  બનવા માટે પ્રોફેસર તરીકેનો ૧૦  વર્ષનો અનુભવ નહીં હોવાની પિટિશન હાઈકોર્ટમાં ફાઈલ કરનાર યુનિવર્સિટીના જ વરિષ્ઠ પ્રોફેસર સતીશ પાઠકના પુત્રીએ બે મહિના પહેલા ટેકનોલોજી ફેકલ્ટીના ડીન પ્રો.ધનેશ પટેલ અને આર્કિટેકચર વિભાગના હેડ ડો.ભાવના વાસુદેવને પક્ષકાર બનાવીને એક પિટિશન દાખલ કરી હતી.પ્રો.પાઠકનું કહેવું છે કે, મેં  ડો.શ્રીવાસ્તવ સામે અવાજ ઉઠાવ્યો હોવાથી મારી પુત્રીને આર્કિટેકચર વિભાગમાં હંગામી અધ્યાપક તરીકે  ડો.શ્રીવાસ્તવના કહેવા પર ફેકલ્ટી ડીન અને હેડે પસંદ નથી કરી.મારી પુત્રી તમામ લાયકાત ધરાવતી હતી અને પાંચ વર્ષથી આર્કિટેકચર વિભાગમાં કામ કરતી હતી.


આ વર્ષે તેન ઈન્ટરવ્યૂ બાદના લિસ્ટમાં આઠમા નંબરે મૂકી દેવામાં આવી હતી.આ પિટિશનમાં પણ વધુ સુનાવણી તા.૨૦ જાન્યુઆરીએ છે તેવું મને જાણવા મળ્યું છે.એવુ પણ કહેવાઈ રહ્યું છે કે, રજિસ્ટ્રાર ડો.ચૂડાસમા અને જોઈન્ટ રજિસ્ટ્રાર મયંક વ્યાસે સરકારને ઈન્ચાર્જ વીસી માટે એક માત્ર પ્રો.ધનેશ પટેલનું જ નામ મોકલ્યું હતું.એમ.એસ.યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પદેથી રાજીનામુ આપી દેનાર ડો.શ્રીવાસ્તવના પ્રોફેસર તરીકેના અનુભવને લઈને હાઈકોર્ટમાં થયેલી પિટિશન પર આજે વધારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.જેમાં હાઈકોર્ટે એવી લેખિત બાંયધરી માગી હતી કે, ડો.શ્રીવાસ્તવ એમ.એસ. યુનિવર્સિટીમાં જેટલા પણ સમય માટે કામ કર્યું  છે તે કાર્યકાળને એમ.એસ. યુનિવર્સિટીના વીસી તરીકે ભવિષ્યમાં કોઈ જગ્યાએ દર્શાવી નહીંં શકે.જોકે હાઈકોર્ટે આ સમયગાળાને પ્રોફેસરના અનુભવ તરીકે ગણી શકે છે તેવું પણ કહ્યું હતુ આ મુદ્દા પર ડો.શ્રીવાસ્તવના ધારાશાસ્ત્રીએ વધુ સમય માંગતા હવે તા.૨૦  જાન્યુઆરીએ સુનાવણી હાથ ધરવાનો હાઈકોર્ટે હુંકમ કર્યો છે.

Reporter: admin

Related Post