૨૨મી જૂન, ૨૦૨૫, રવિવારના રોજ પંડિત દિનદયાળ નગર ખાતે *કિન્નરી ડાન્સ એકેડેમી દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ નૃત્યાંજલિ ૨૦૨૫ – રામ અમૃત*નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ ભારતનાટ્યમ નૃત્યશૈલી પર આધારિત , રામના જીવન ચરિત્રને આધારે રજૂ કરવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં નૃત્ય દ્વારા સમાજને *નિર્ભયા (સ્ત્રી સુરક્ષા), **આતંકવાદ, **ભ્રષ્ટાચાર, અને **મનોદુઃખ (સ્ટ્રેસ)* જેવા મહત્વના સામાજિક સંદેશાઓ આપવામાં આવ્યા. કિન્નરી અસ્તિના માર્ગદર્શન હેઠળ કિન્નરી ડાન્સ એકેડેમી છેલ્લા **૨૫ વર્ષથી ભારતનાટ્યમનું તાલીમ કાર્ય* કરે છે અને અનેક વિદ્યાર્થીગણ અહીં તાલીમ લઇ રહ્યા છે.
કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે જ્યુતિકા મહેન, પારુલ પટેલ, કેતુલ મહેરિયા, જિલ્લા શિક્ષણ મંત્રી પાંડે સાહેબ, **શાસ્ત્રી કિરીટભાઈ, તથા ડૉ. હિતેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા અને વિદ્યાર્થીઓની રજૂઆતોની પ્રશંસા કરી.આ કાર્યક્રમને દર્શકો તરફથી ઉગ્ર પ્રતિસાદ મળ્યો અને સૌએ શાસ્ત્રીય નૃત્ય દ્વારા અપાયેલા ભાવનાત્મક અને સંદેશાત્મક પ્રસ્તાવનાનો આનંદ લીધો.
Reporter: admin