વડોદરાઃ તરસાલી વિસ્તારમાં બપોરે ઘર પાસે પાર્ક કરેલી કારમાં આગ લાગતાં ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
તરસાલીના રવિપાર્ક પાસે ભક્તિ નગરમાં રહેતા હિરેનકુમારની બીએમડબલ્યુ કારમાં લાગેલી આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.પરંતુ કોઇ અજાણ્યા શખ્સોએ આ કૃત્ય આચર્યું હોવાનું મનાઇ રહ્યું છે.ફાયર બ્રિગેડે આગ કાબૂમાં લીધી હતી.મકરપુરાના પીઆઇ વીએસ પટેલે આ બનાવ અંગે તપાસ કરાવી છે.
નોંધનીય છે કે,પાંચેક મહિના પહેલાં પણ રવિપાર્ક વિસ્તારમાં પાર્ક કરેલી જેગુઆર કારમાં આગનો બનાવ બનતાં ફાયર બ્રિગેડની મદદ લેવાઇ હતી.જ્યારે તે જ વખતે કારેલીબાગમાં દોઢ કરોડની લેન્ડરોવર કાર આગમાં ખાક થઇ ગઇ હતી.
Reporter: admin