વડોદરા : છેલ્લા છ મહિનાથી એક પરિણીતા પર આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર-6ના BJP કાઉન્સિલરે નજર બગાડી પરિણીતા ઉપર બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
આ અંગે વીડિયો વાઈરલ કરવા તથા બાળકો અને પતિને જાનથી મારી નાખવાની ધમકી આપીને દીપુભાઇ ગોરધનભાઇ પ્રજાપતિએ શહેરમાં જ રહેતી એક પરિણીતા ઉપર દુષ્કર્મ ગુજાર્યું હોવાનો કિસ્સો અંગે આણંદ ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ભાજપે દુષ્કર્મી કાઉન્સિલરને સસ્પેન્ડ કરી દીધો છે. પરિણીતાના પરિવારને માર માર્યાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.ગઈકાલે તારીખ 16-11-24ના રોજ બપોરના સાડા અગિયારેક વાગ્યાની આસપાસ પરિણીતા પોતાના ઘરના દરવાજે ઉભી હતી, તે વખતે ત્યાં રોડ પરથી પસાર થતાં આ દીપુભાઈ ગોરધનભાઈ પ્રજાપતિ ઈશારો કરી ફોન કરવા કહ્યું હતું. પરંતુ પરિણીતાએ ફોન કર્યો ન હતો.
જેથી દીપુ પ્રજાપતિએ સામેથી ફોન કર્યો હતો અને હું તારા ઘરે આવું છું અને પાંચ-દસ મિનિટમાં પાછો જતો રહીશ તેમ જણાવ્યું હતું. જે તે વખતે પરિણીતાએ ના પાડી હતી. તેમ છતાં આ દીપુ પ્રજાપતિ માન્યો ન હતો. જેથી આ દીપુ પ્રજાપતિના ડરથી પરિણીતા પોતાના માતા-પિતાના ઘરે જતી રહી હતી અને રાત્રીના નવેક વાગે પરત ઘરે આવી હતી. ત્યારબાદ રાત્રીના દસેક વાગ્યાના અરસામાં જમી-પરવારીને પરિણીતાના પતિ બંને બાળકોને લઈ આઈસ્ક્રીમ લેવા બજારમાં ગયાં હતાં. તે વખતે આ દીપુ પ્રજાપતિએ ઘરમાં પ્રવેશી દુષ્કર્મ ગુજાર્યું હતું.ફરિયાદને આધારે આણંદ ટાઉન પોલીસે દીપુભાઇ ગોરધનભાઇ પ્રજાપતિ, દીપુભાઈના બંને ભાઈઓ અને સાતેક સાગરિતો વિરૂદ્ધ બી.એન.એસ એક્ટની કલમ 189(2), 191(3), 191(2), 64(2)(m), 190, 351(3), 352, 329(3) તેમજ જી.પી.એ એક્ટની કલમ 135 મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Reporter: admin