News Portal...

Breaking News :

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સવારથી ધીમીધારે વરસાદ, કેરીના તૈયાર પાક પર માવઠાની માઠીથી ખેડૂતો ચિંતિત

2024-04-26 10:49:46
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સવારથી ધીમીધારે વરસાદ, કેરીના તૈયાર પાક પર માવઠાની માઠીથી ખેડૂતો ચિંતિત

હવામાન વિભાગે ગુજરાતમાં પાંચ દિવસ 42 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરી છે. બીજી તરફ આજે સવારથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. રસ્તાઓ પર વરસાદી પાણી વહી રહ્યા છે. ભરઉનાળે દક્ષિણ ગુજરાતમાં ઠંડક પ્રસરી જતા લોકોએ ગરમીમાંથી રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ હાલ કેરીનો પાક પણ તૈયાર થઈ ચૂક્યો છે ત્યારે કમોસમી વરસાદથી માઠી બેસી ગઈ છે. માવઠાને કારણે કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા છે કે, હાથમાં આવેલો કોળિયો માવઠાથી છિનવાય ન જાય.

સુરત શહેરમાં અમીછાંટણા પડતા ઠંડક પ્રસરી

સુરત શહેરના વાતાવરણમાં આજે વહેલી સવારથી જ અચાનક પલટો આવ્યો છે. સુરત સહિત જિલ્લામાં પણ આકાશ વાદળાઓથી ઘેરાય ગયું હતું. જ્યારે સુરત શહેરમાં ભટાર, વેસુ, પાલ સહિતના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પણ પડ્યો હતો. વાતાવરણમાં પલટાના કારણે ભારે ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલા લોકોને ઠંડકનો અહેસાસ થયો છે. જ્યારે વ્યારામાં તો સવારથી જ મેઘરાજાએ મંડાણ માંડ્યા હોય તેમ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદથી રસ્તાઓ પર પાણી વહી રહ્યા છે. 

સુરત જિલ્લાનું આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી પડી રહેલી આકરી ગરમીમાં આજે થોડાક અંશે ઘટાડો જોવા મળતા લોકોએ રાહત અનુભવી હતી. આજે વહેલી સવારથી સુરત સહિત જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કાળા ડિબાંગ વાદળાથી આકાશ ઘેરાય ગયું હતું. ભટાર, વેસુ, પાલ સહિતના વિસ્તારમાં અમીછાંટણા પણ થયા હતા. વાતાવરણમાં પલટાના કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે.

Reporter: News Plus

Related Post