દહેજ, ભરૂચ : અદાણી ફાઉન્ડેશન અંતર્ગત ચાલી રહેલા ઉત્થાન પ્રોજેક્ટના ભાગરૂપે દહેજ વિસ્તારની 14 સરકારી શાળાઓમાં ૩૦૦૦ વિધાર્થીઓ સાથે પ્લાસ્ટિક મુક્ત દિવસની ઉજવણી કરવામાં આવી. આ દિવસની ઉજવણીના ભાગરુપે શાળાના શિક્ષકો, વિધાર્થીઓ, ઉત્થાન સહાયકો અને વાલીઓએ આ દિવસની ઉજવણીમા ઉત્સાહભેર ભાગ લીધો હતો.
પ્લાસ્ટિક કચરાના પુનરુપયોગ કરવાના ભાગરૂપે વિદ્યાર્થીઓએ શાળાના પ્રાંગણમાં આવેલા બગીચાના છોડ માટે પ્લાસ્ટિકની બોટલ ઉપર ચોકલેટ રેપર, ચિપ્સ, ક્રિસ્પ જેવા પ્લાસ્ટિકના કચરાને લગાડીને શાળા કેમ્પસને પ્લાસ્ટિક મુક્ત કર્યો હતો જે હવે કાયમી ધોરણે કરવાનો સંકલ્પ વિદ્યાર્થીઓએ લીધો હતો.
બાળકો અને એમના પરિવારમાં પ્લાસ્ટિક મુક્તિનો મેસેજ જાય એ માટે કાપડ થેલીના ઉપયોગ કરવાનું નક્કી કર્યું હતું. પ્લાસ્ટિકના વિકલ્પ તરીકે વાંસની વસ્તુઓના ઉપયોગ માટે પણ આગ્રહ કરાયો હતો. વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા માટે શાળામાં નિબંધ વકતૃત્વ સ્પર્ધા, પોસ્ટર મેકિંગ, સ્લોવિગ, નાટક જેવી પ્રવૃતિ કરવામાં આવી હતી. જેમાં દહેજ વિસ્તારના 12 ગામોની 14 શાળાઓમાં આ ઉત્થાન પ્રોજેક્ટ દ્વારા પ્રવૃતિ કરવામાં આવી હતી. તમામ પ્રવૃતિમાં 3 હજારથી વધુ વિદ્યાર્થીઓએ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ભાગ લીધો હતો. જેને શાળાના શિક્ષકો, આચાર્યો અને ઉત્થાન સહાયકોએ સહયોગ આપ્યો હતો.
Reporter: News Plus