News Portal...

Breaking News :

વડોદરા શહેરમાં માર્ગો દુરસ્ત કરવા ૨૨૪ મેટ્રીક ટન વેટ મિક્સથી પૂરાયા ખાડા

2024-08-30 19:29:36
વડોદરા શહેરમાં માર્ગો દુરસ્ત કરવા ૨૨૪ મેટ્રીક ટન વેટ મિક્સથી પૂરાયા ખાડા


વડોદરા શહેરમાં પૂરના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગને તુરંત સુધારવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચના આપ્યા બાદ મહાપાલિકા દ્વારા દુરસ્તીની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. 


આજ શુક્રવારે બપોર સુધીમાં ૨૨૪ મેટ્રીક ટન વેક મિક્સ કરી ૬૭૯ ખાડાઓનું પૂરાણ કરવામાં આવી રહ્યું છે. પૂરના કારણે વડોદરા શહેરી વિસ્તારના માર્ગો અને સિમેન્ટ કોંક્રિટ લેયરને નુકસાન પહોચ્યું છે. આંતરિક રસ્તાઓમાં પડેલા ખાડા અને ક્ષતિગ્રસ્ત રોડ પર વાહનવ્યવહાર પૂર્વવત કરવા માટે યુદ્ધના ધોરણે મરમ્મતનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.  


પાલિકાના રોડ રસ્તા વિભાગના એન્જીનીયરો, સુપરવાઈઝરો, કમૅચારીઓ અને ફિલ્ડ વર્કરો ટીમ બનાવી સર્વે મુજબ ખડેપગે કામગીરી કરી રહ્યા છે. શુક્રવારે મહાપાલિકાની ટીમો દ્વારા ખાડા પૂરાણની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી હતી. તમામ વોર્ડમાં મળીને કુલ ૨૨ જેસીબી, ૩૮ ટ્રેકટરો, ૪૨ ડમ્પરો - મીની ડમ્પરો, ૧૫૦ જેટલા કર્મયોગીઓ સહિત કુલ ૨૨૪ મેટ્રિક ટન જેટલા વેટમિક્સ કોંક્રિટ પાથરીને પેચવર્ક કરવાની કામગીરી કરવામાં આવી છે. આ તમામ સંસાધનો થકી શહેરમાં પડેલા કુલ 679 મોટા ખાડાઓનું પેચવર્ક કરવામાં આવી રહ્યું છે.

Reporter: admin

Related Post