News Portal...

Breaking News :

1.25 લાખની કિંમતનો 12.34 કિલો ગાંજો ઝડપાયો

2024-08-22 14:49:56
1.25 લાખની કિંમતનો 12.34 કિલો ગાંજો ઝડપાયો


ગુજરાતમાં ડ્રગ્સનું સેવન ધીમે-ધીમે વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ગુજરાત પોલીસ પાર્સલમાં આવતા ડ્રગ્સ કન્સાઈનમેન્ટ પકડી રહી છે. 


તેમ છતાં દ્રગ્સ માફીયાઓ અલગ- અલગ તરકીબ અપનાવીને ગુજરાતમાં ડ્રગ્સ સપ્લાય કરાવી રહ્યા છે.તાજેતરમાં જ સુરત રેલ્વે સ્ટેશન પાસેથી એક યુવકને 1.25 લાખની કિંમતના 12.34 કિલો ગાંજાના જથ્થા સાથે સુરત રેલ્વે એસ.ઓ.જી.ની ટીમે ઝડપી પાડ્યો છે. બનાવની વિગત એવી છે કે, ગઈ કાલે સુરત રેલવેસ્ટેશન પર રેલવે પોલીસ ફરજ બજાવતા હતા. ત્યારે બપોરના સમયે હાવડા એક્સ. ટ્રેન પ્લેટફોર્મ નં.૧ ઉપર આવીને ઉભી રહી હતી. ત્યારે તેમાંથી ઉતરીને જતાં પેસેન્જરો ઉપર હાજર પોલીસ વોચ કરતા હાજર હતા. 


તે સમયે પ્લેટફોર્મ નં.૦૧ના વચ્ચેની પાણીની પરબ પાસેથી ચાલીને ગેટ તરફ જતા નરેશકુમાર જયરામ ખુંટેને એક બ્લ્યુ કલરની તથા બીજી કાળા તથા ડાર્કગ્રીન કલરની બેકપેકો પોતાના ખભે ભેરવી લઈને જતો ધ્યાને આવ્યું હતું. જેથી તેના પર પોલીસ હેડ કોન્સ. વિજયસિંહ રણજીતસિંહની નજર ગઈ હતી. તેઓને શંકા જતા તેને રોકી બેકપેકોમાં શું છે ? તેમ પુછ્યું હતું. ત્યારે તે ગભરાઈ ગયો હતો. અને તેની પાસેની બેકપેકો માં વનસ્પતિજન્ય નશીલો પદાર્થ ગાંજો હોવાનું જણાવ્યું હતું. જેથી તેને વધુ પૂછપરછ માટે લઈ જવામાં આવ્યો હતો. જેમાં તેણે પોતાની સાથે રહેલા 1.20 લાખની કિંમતના 12.34 કિલોનો ગાંજો તથા એક સેમસંગ કંપનીનું ટેબલેટ આમ કુલ કિંમત રૂા. 1.25 લાખનો મુદ્દામાલ મળ્યો હતો. જેને સુરત રેલ્વે પોલીસે જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Reporter: admin

Related Post