ગોધરાઃ દેશભરમાં કઠોળના ભાવો આસમાને પહોંચ્યા છે ત્યારે ગુજરાતના પંચમહાલ જિલ્લાના ગોધરામાં આવેલી એક મિલમાંથી આંધપ્રદેશનો શંકાસ્પદ સરકારી તુવેરદાળનો રૂ. 16.47 કરોડનો 11.13 લાખ કિલો જથ્થો પકડાયો છે.
મીલ સંચાલકે શંકાસ્પદ સરકારી તુવેરદાળના જથ્થાના પુરાવા રજૂ ન કરતાપુરવઠા વિભાગે તમામ જથ્થો સીઝ કરી સંચાલકની સામે કાર્યવાહી શરૂ કરી છે. રાજયમાં પ્રથમવાર કરોડોનો સરકારી અનાજનું અનઅધિકૃત વેચાણ થતું હોવાનું ષડયંત્ર બહાર આવ્યુ છે. આ ઘટના બાદ અનાજ માફિયાઓમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો છે.ગોધરાના શેખ મઝાવર રોડ ઉપર આવેલી તુવેરદાળ મીલમાં જિલ્લા પુરવઠા વિભાગના અધિકારીઓએ ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડ્યો હતો.
દરમિયાન આંધ્રપ્રદેશ સરકારના તુવેરદાળના સરકારી અનાજના જથ્થાના અને અધિકૃત વેચાણના ચોકાવનારા ષડયંત્રનો પર્દાફાશ થયો હોવાનું અહેવાલ જણાવે છે. જિલ્લા પુરવઠા વિભાગની ટીમ દ્વારા મીલ માંથી અનઅધિકૃત મળી આવેલા અંદાજે રૂ.16.47 કરોડની કિંમતના તુવેરદાળના 11 હજાર કિલો ગ્રામના 22,226 કટ્ટા સહિત એક વાહનને સિઝ કરીને તુવેરદાળ મીલના સંચાલક સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
Reporter: admin