ચંદ્રકાન્ત શ્રીવાસ્તવનો આક્રોશ – “40 વર્ષમાં પહેલીવાર સસ્પેન્ડ
વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા આજે રાજકીય રંગમંચમાં ફેરવાઈ ગઈ. મેયરે કોંગ્રેસના સાત કાઉન્સિલરોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય જાહેર કરતાં જ સભામાં ઉગ્ર પ્રતિક્રિયા જોવા મળી.

વિપક્ષે આ નિર્ણયને “લોકશાહીનો ગળું ઘોટવાનો પ્રયાસ” ગણાવ્યો છે.
કોંગ્રેસના વરિષ્ઠ કાઉન્સિલર ચંદ્રકાન્ત શ્રીવાસ્તવએ તીખો આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું –
“મારા 40 વર્ષના રાજકારણમાં પહેલીવાર મને સભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. પહેલા અમે ચારથી પાંચ કલાક ચર્ચા કરતા હતા, હવે દસ મિનિટ બોલવા પણ દેતા નથી.”સભા દરમિયાન સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે તીખી બોલાચાલી થઈ. સૂત્રોચ્ચાર અને વિરોધ વચ્ચે કોંગ્રેસના કાઉન્સિલરો ફ્લોર પર બેસી ગયા અને પોતાનો વિરોધ નોંધાવ્યો.

વિપક્ષનો આરોપ છે કે બજેટ સહિતના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા ટાળવા માટે સસ્પેન્શનનો આશરો લેવામાં આવ્યો છે. “જો તમે સાચું કામ કર્યું હશે તો પ્રજા જોઈ જ રહી છે,” એમ કોંગ્રેસે સત્તાપક્ષને ચેતવણી આપી.કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે હવે આગામી દિવસોમાં બજેટની તમામ વિગતો નાગરિકો સુધી સીધી પહોંચાડવામાં આવશે. સત્તાપક્ષ તરફથી આ પગલાને ‘સભાની શિસ્ત જાળવવા માટે જરૂરી કાર્યવાહી’ ગણાવવામાં આવી રહ્યું છે, જ્યારે વિપક્ષ તેને લોકશાહી દબાવવાનો પ્રયાસ કહી રહ્યું છે.હાલ, આ મુદ્દે શહેરની રાજકીય હલચલ તેજ બની છે અને આવનારા દિવસોમાં આ વિવાદ વધુ ઉગ્ર બનવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
Reporter: admin







