News Portal...

Breaking News :

બંગાળમાં આજે ૧૫ બુથ પર ફરી મતદાન

2026-05-02 13:37:58
બંગાળમાં આજે ૧૫ બુથ પર ફરી મતદાન


કોલકાતા : પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે જોકે તે બાદ અનેક સ્થળે હિંસાની ઘટનાઓ સામે આવી છે. 

જ્યારે મતદાન સમયે કેટલાક બુથ પર ઇવીએમ મશીન પર ટેપ લગાવી દેવાયાની ઘટનાઓ સામે આવી હતી. આ સ્થિતિ વચ્ચે ચૂંટણી પંચે બંગાળમાં આશરે ૧૫ બુથ પર ફરી મતદાનની જાહેરાત કરી છે. આ તમામ બુથ ૨૪ પરગણા જિલ્લામાં આવે છે જ્યાં હિંસાની ઘટનાઓ પણ સામે આવી હતી. આ તમામ બુથ પર બીજી મેના રોજ મતદાન થશે. પશ્ચિમ બંગાળમાં બે તબક્કામાં મતદાન થયું હતું, એવામાં બુધવારે બીજા તબક્કાના મતદાન સમયે કેટલાક બુથ પર ઇવીએમ મશીન પર મત આપવાના બટનો પર જ ટેપ લગાવી દેવાનો મામલો સામે આવ્યો હતો. 

આ મુદ્દે ચૂંટણી પંચને થયેલી ફરિયાદના આધારે આવા આશરે ૧૫ બુથો પર ફરી મતદાનની જાહેરાત કરાઇ છે. બીજી મેના રોજ આ બુથો પર મતદાન થશે જેનું પરિણામ ચાર મેના રોજ તમામ ચૂંટણીઓની સાથે જાહેર કરાશે. વિવાદ વચ્ચે મુખ્યમંત્રી મમતા બેનરજીએ અચાનક જ પોતાના મત વિસ્તાર ભવાનીપુરના સ્ટ્રોંગ રૂમની મુલાકાત લીધી હતી. આ મત વિસ્તારમાં થયેલા મતદાનના ઇવીએમ આ સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે.

Reporter: admin

Related Post