નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિન 2024 પૂર્વે 'હર ઘર તિરંગા'અભિયાન શરૂ કર્યું છે. PM એ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ‘X’પર તેમના પ્રોફાઇલ ફોટાને તિરંગાની તસવીર સાથે બદલી છે.
28 જુલાઈના રોજ પ્રસારિત તેમના માસિક ‘મન કી બાત’ રેડિયોમાં, પીએમ મોદીએ હર ઘર તિરંગા અભિયાન વિશે વાત કરી હતી અને લોકોને ” harghartiranga.com” વેબસાઇટ પર રાષ્ટ્રધ્વજ સાથે સેલ્ફી અપલોડ કરવા વિનંતી કરી હતી.શુક્રવારે તેમણે તેમની પ્રોફાઈલ ડીપી બદલી નાખી હું મારું પ્રોફાઇલ પિક્ચર બદલી રહ્યો છું અને હું તમને બધાને વિનંતી કરું છું કે તમે પણ આમ જ કરીને આપણા તિરંગાની ઉજવણીમાં મારી સાથે જોડાવો . અને હા, તમારી સેલ્ફી https://harghartiranga.com પર શેર કરો.
ભાજપે પ્રચાર માટે વ્યાપક તૈયારીઓ કરી છે અને પક્ષના પ્રમુખ જેપી નડ્ડાએ તમામ પદાધિકારીઓને તેની સફળતા સુનિશ્ચિત કરવા સૂચના આપી છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગે એક નિવેદનમાં કહ્યું હતું કે ભાજપ 11 ઓગસ્ટથી 13 ઓગસ્ટ સુધી દરેક વિધાનસભા ક્ષેત્રમાં તિરંગા યાત્રા કાઢશે.14 ઓગસ્ટે તમામ જિલ્લામાં મૌન રેલી કાઢીને વિભાજન સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવશે. તેમણે કહ્યું કે 13, 14 અને 15 ઓગસ્ટે તમામ ઘરો અને વ્યાપારી સંસ્થાઓ પર તિરંગો ફરકાવવામાં આવશે. તેમણે કહ્યું કે પાર્ટીનો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે તિરંગો દેશભરના દરેક બૂથ સુધી પહોંચે.
Reporter: admin