વડોદરા : સિનિયર સિટીઝન માટે ઇનર વ્હીલ ક્લબ ઓફ બરોડા દ્વારા 'ગીત ગુંજન તેરે નામ સે' સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેના પ્રારંભિક રાઉન્ડ ગત માસમાં યોજાયા હતા.
આજે સયાજીનગર ગૃહ ખાતે અંતિમ ફેરી યોજાઈ હતી જેમાં 28 સિનિયર સિટીઝનોએ જુના નવા ફિલ્મી ગીતો ગાઈને દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા.સંસ્કારી અને કલાનગરી તરીકે જાણીતી વડોદરામાં ઇનર વ્હીલ ક્લબ ઓફ બરોડા દ્વારા વડીલોમાં રહેલી પ્રતિભા ને દર્શાવતું એક પ્લેટફોર્મ પૂરું પાડયું છે. સિનિયર સિટીઝન માટે ગીત ગુંજન તેરે નામ સે ગીત સ્પર્ધા યોજી હતી જેની અંતિમ ફેરી યોજાઈ હતી.
આ સ્પર્ધા 3 તબક્કામાં યોજવામાં આવી હતી જેમાં 108 કેન્દ્રોમાંથી 102 સિનિયર સિટીઝનો એ ભડ લીધો હતો. અંતિમ ફેરીમાં 28 વડીલોની પસંદગી કરાઈ હતી. 60 થી 85 વયના તમામ સ્પર્ધકોએ કરાઓકેના માધ્યમથી તેઓ પોતના મધુર કંઠે જુના નવા હિન્દી ફિલ્મોના ગીતોની સુરાવલી રજૂ કરી હતી. પ્રથમ 5 વિજેતાઓને રોકડ ઇનામ અને મેડલ આપવામાં આવ્યા હતા જ્યારે ફાઇનલ સ્પર્ધાના તમામ સ્પર્ધકોને ઈયર બર્ડ અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા.
Reporter: admin