મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, આઈ.ટી.આઈ કેમ્પસ, તરસાલી, વડોદરા ખાતે ધોરણ ૧૦ પાસ, ૧૨ પાસ અને આઈ.ટી.આઈ ના અનુભવી અને બિન અનુભવી ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળો યોજાયો હતો.

આ રોજગાર ભરતી મેળામાં વડોદરા જિલ્લાનાં ૭ નોકરીદાતા દ્વારા ૧૯૦ વેકેંસી માટે ૭૦ જેટલા ઉમેદવારોના સ્થળ પર ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા જેમાંથી ૪૬ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરી રોજગારી માટેની તકો પૂરી પાડવામાં આવી છે.આ રોજગાર ભરતી મેળામાં એપોલો ટાયર લી, પટેલ હીટર એન્ડ કન્ટ્રોલ પ્રા લી, ઓમ એન્જિનિયરિંગ વર્ક, અક્ષાલ્ટા કોટિંગ સીસાટેમ ઇન્ડિયા પ્રા લી, હેમિલ્ટન હાઉસ વેર પ્રા લી, ટીટીકે પ્રેસ્ટિજ લી, ઇનોરસિસ સર્વિસ પ્રા લી, તેમજ રિલાયન્સ નીપોન લાઇફ ઇન્શ્યોરન્સ જેવા નોકરી દાતા હાજર રહ્યા હતા.

આ રોજગાર ભરતી મેળામાં અધિકારી અલ્પેશ ચૌહાણ દ્વારા હાજર ઉમેદવારોને રોજગાર કચેરીની રોજગાર કચેરીની તમામ ઓવરસીઝ અને કરિયર ગાઈન્સ, નિવાસી તાલીમ, પીએમ ઇન્ટર્નશીપ, કાઉન્સેલિંગ, જોબ ફેર, સ્વરોજગાર શિબિર વગેરે સેવાનો ફ્રીમાં લાભ લેવા તેમજ રોજગાર કચેરીના સોશિયલ મીડિયા પેજને ફોલો અપ કરવા તેમજ પ્રેશર ઉમેદવારોને રોજગારીની જરૂરિયાત સમજીને શીખવવાના ભાવ સાથે પગાર જોયા વગર તક ઝડપી લેવા અને પોતાનું બેસ્ટ પર્ફોમન્સ આપીને વધુ પોતાની કાબિલિયત પુરવાર કરીને પોતાની ઈચ્છા મુજબના પગારની અપેક્ષા રાખવા તેમજ કોન્ટ્રાક્ટ કે કાયમી નોકરી જોયા વગર જેટલો સમય જોબ કરવાની તક મળે તેમાં ખુશ થઈને પોતાનું બેસ્ટ આપવા જણાવ્યું હતુંઉમેદવારોની સ્વરોજગાર અને એન્ટરપ્રેન્યોરની મફત સ્કીલ તાલીમ તેમજ ફાઇનાન્સિયલ લિટરેસી અંગે બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન તેમજ ડૉ. રેડીસ ફાઉન્ડેશનના અધિકારી દ્વારા ફ્રી રોજગારી માટે સોફ્ટ અને વોકેશનલ તાલીમમાં જોડાવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Reporter: admin