* ગેસ એસીડીટી થી રાહત મેળવવા માટે સૌપ્રથમ તો બહારના મસાલેદાર ખોરાક ખાવાનું ઓછું કરી નાખવું જરૂરી છે.
* ચા અને કોફી જેવા ગરમ પીણા પણ ઓછા કરવા જોઈએ.
* સવારે ઉઠતા વેદ નરણા કોઠે ચા અને કોફી બંધ કરવા જોઈએ.
* જીરું,કોથમીર અને વરિયાળી નું સેવન કરવાથી પાચનશક્તિ સારી રીતે કામ કરે છે અને પેટની ગરમી ઓછી કરે છે.
* જીરું થી ખોરાકનું પાચન સારી રીતે થાય છે અને ગેસથી છુટકારો મળે છે.
* વરીયાળી પેટની ગરમીને શાંત કરે છે અને પાચન સારું થાય છે.
* કોથમીર, જીરું, વરિયાળી, ફુદીના અને મિસરીની ચા બનાવી પીવાથી ગેસ એસીડીટીમાં રાહત રહે છે.
* મેથીમધનું ચૂર્ણ બનાવી પીવાથી એસિડિટીમાં રાહત મળે છે
* લીમડાની છાલનું ચૂર્ણ કે લીમડાની છાલને પલાળીને તેનું પાણી પીવાથી એસિડિટીમાં રાહત મળે છે.
* ત્રિફળા ચૂર્ણ ને દૂધ સાથે પીવાથી એસિડિટીમાં રાહત રહે છે.
* જમ્યા બાદ થોડો ચાલવાની ટેવ રાખો તેનાથી ખોરાકનું પાચન સારી રીતે થશે અને ગેસ એસીડીટીમાં પણ રાહત મળશે.
* ખૂબ જ ગેસ થયો હોય તો દિવસમાં અડધી ચમચી અજમો ગરમ પાણીમાં ઉમેરી તેનું સેવન કરો. જેના કારણે પેટમાં દુખાવામાં પણ રાહત મળશે. અજમા સાથે થોડું સિંધાલુણ અને લીંબુના બે ત્રણ ટીપા ઉમેરી તેનું સેવન કરવાથી ગેસ એસીડીટીમાં રાહત મળશે.
Reporter: admin