વડોદરાના પરીવાર ચાર રસ્તા પાસે હરીયાળી હોટલ પાછળ વુડાના મકાનની અગાસી પર પત્તા પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે કપુરાઈ પોલીસે દરોડો પાડી ચાર શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી કુલ રૂ.21,180નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
કપુરાઈ પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.સી. રાઓલની સૂચનાથી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પીએસઆઈ કે.ડી. પરમારને બાતમી મળતાં પોલીસ ટીમે પરીવાર ચાર રસ્તા પાસે હરીયાળી હોટલ પાછળ વુડાના મકાનના ધાબા પર દરોડો પાડ્યો હતો. અહીં પત્તા પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા કાળુભાઈ અંટોલભાઈ વસાવા રવીભાઈ મણીલાલ વસાવા શૈલેષ સોમાભાઈ વસાવા અને અક્ષય શુભાસભાઈ તડવી મળી આવ્યા હતા.
પોલીસે ચારેયની અંગઝડતીમાંથી રૂ.6,980 અને દાવ પરના રૂ.3,500 મળી કુલ રૂ.10,480 રોકડા કબજે કર્યા હતા. ઉપરાંત બે મોબાઈલ ફોન રૂ.11,000 તથા પત્તા-પાના મળી કુલ રૂ.21,180નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, જુગાર રમાડનાર રાવજીભાઈ શંકરભાઈ વસાવા સહિત પાંચ શખ્સો સ્થળ પરથી ભાગી ગયા હતા. જેમાં રાવજીભાઈ વસાવા, શીતલ લાલુભાઈ માછી, જીગ્નેશ વસાવા, ચકો અને ગુલાબનો સમાવેશ થાય છે. પાંચેયને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે. આ મામલે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ-12 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Reporter: admin







