વસુધૈવ કુટુંબકમના ભારતીય સંસ્કારને સાકાર કરતી Indu Blood Bankએ આંતરરાષ્ટ્રીય સ્તરે માનવસેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

વડોદરાની આ સંસ્થા દ્વારા કેન્યાના Siaya Countyને લોહીના ઘટકો અલગ કરવા માટે અત્યાધુનિક ‘રેફ્રિજરેટેડ સેન્ટ્રીફ્યુજ’ મશીન અર્પણ કરવામાં આવ્યું છે.આ પ્રોજેક્ટ કેન્યાના આરોગ્ય મંત્રાલય અને જાણીતા Chandaria Foundationના સહયોગથી સાકાર થયો છે. ઇન્દુ બ્લડ બેંકના ટ્રસ્ટી Rakesh Trivediએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ સેવા પ્રોજેક્ટ માટે વર્ષ 2019થી પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા.તેમણે વધુમાં જણાવ્યું કે આગામી સમયમાં કેન્યામાં રક્ત પરિવહન વ્યવસ્થાને વધુ ઝડપી અને અસરકારક બનાવવા માટે અમેરિકન કંપનીના સહયોગથી ડ્રોન ટેકનોલોજી પણ અમલમાં મુકવામાં આવશે.

આ ટેકનોલોજી દ્વારા આશરે 1000 કિલોમીટર સુધી લોહી પહોંચાડવાની ક્ષમતા વિકસાવવામાં આવશે.આ પહેલનો મુખ્ય હેતુ કેન્યામાં બ્લડ મેનેજમેન્ટ સિસ્ટમને આધુનિક સોફ્ટવેર અને ટેક્નોલોજી દ્વારા વધુ મજબૂત બનાવવાનો છે, જેથી જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર અને સુરક્ષિત રીતે રક્ત ઉપલબ્ધ થઈ શકે.વડોદરાથી શરૂ થયેલો આ સેવાયજ્ઞ હવે આફ્રિકાના દેશોમાં માનવતાનું પ્રતિક બની રહ્યો છે. આ પ્રસંગે શહેરના અગ્રણીઓ અને સામાજિક કાર્યકરોની ઉપસ્થિતિમાં વડોદરાનું આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ વધારાયું હતું.


Reporter: admin







