News Portal...

Breaking News :

20 મેના બંધથી દૂર રહેશે વડોદરા–છોટાઉદેપુર કેમિસ્ટ એસોસિએશન

2026-05-15 11:01:06
20 મેના બંધથી દૂર રહેશે વડોદરા–છોટાઉદેપુર કેમિસ્ટ એસોસિએશન


AIOCDના બંધના આહ્વાનનો વિરોધ, જનતાને દવાઓની અવિરત ઉપલબ્ધતા જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનર અને FDCAને કરાશે રજૂઆત

રિટેઈલ મેડિકલ સ્ટોર્સને સુરક્ષા અને વેપારને રક્ષણ આપવા સરકાર તથા તંત્ર સમક્ષ લેખિત માંગણીઓ રજૂ કરવામાં આવી


વડોદરાના પ્રજાજનોને હાલાકીનો ભોગ ન બનવું પડે તથા રિટેઈલ કેમિસ્ટ મિત્રોના વેપારને નુકસાન ન થાય તે હેતુસર ધી કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન, વડોદરા–છોટાઉદેપુર દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવે છે કે AIOCD દ્વારા તારીખ 20/05/2026ના રોજ આપવામાં આવેલા બંધના આહ્વાનનો અમે વિરોધ કરીએ છીએ અને તેમાં જોડાનાર નથી.આ બાબતે તે દિવસે ખુલ્લા રહેતા રિટેઈલ મેડિકલ સ્ટોર્સને જરૂરી રક્ષણ તથા કાયદો અને વ્યવસ્થાનો પૂરતો ટેકો પ્રાપ્ત થાય, તેમજ વ્યાપક જાહેર હિતમાં નાગરિકોને દવાઓની અવિરત ઉપલબ્ધતા સુનિશ્ચિત રહી શકે તે માટે અમે આજે 15 મે શુક્રવારના રોજ સવારે 11:30 કલાકે માનનીય નરસિમ્હા કોમર, પોલીસ કમિશનર, વડોદરા, ગુજરાતને તથા ત્યારબાદ ડૉ. એ. એચ. ઝાલા સાહેબ, ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA)ને , ગુજરાત ખાતે વિનંતીપત્ર પાઠવવા જવાના છીએ.

વધુમાં જણાવવાનું કે આ બાબત અંગે અમે 14 મે ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પ્રફુલભાઈ પાનસેરિયા તથા કમિશનરશ્રી, ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA), ગાંધીનગર, ડૉ. (સુશ્રી) રતનકંવર એચ. ગઢવીચરણ મેડમને પણ લેખિત રજૂઆત કરી છે.વડોદરાના પ્રજાજનોને કોઈ હાલાકીનો સામનો ન કરવો પડે તથા રિટેઈલ કેમિસ્ટ મિત્રોના વ્યવસાયને રક્ષણ મળી રહે તે માટે આપ સર્વ આદરણીય પ્રેસ, પ્રિન્ટ અને ડિજિટલ મીડિયા મિત્રો અમારા અવાજને જનતા સુધી પહોંચાડશો તેવી અમારી વિનંતી અને અપીલ છે.

Reporter: admin

Related Post