News Portal...

Breaking News :

પશ્ચિમ બંગાળમાં શુભેન્દુ અધિકારીએ CM પદની શપથ લીધી, યોગીએ ભગવો ગમછો પહેરાવી કર્યું સ્વાગ

2026-05-09 17:17:11
પશ્ચિમ બંગાળમાં શુભેન્દુ અધિકારીએ CM પદની શપથ લીધી, યોગીએ ભગવો ગમછો પહેરાવી કર્યું સ્વાગ


શુભેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદની શપથ ગ્રહણ કરતા રાજ્યના રાજકારણમાં ઐતિહાસિક ક્ષણ સર્જાઈ હતી. 


ભવાનીપુર બેઠક પર પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી ને હરાવ્યા બાદ શુભેન્દુ અધિકારીના મુખ્યમંત્રી બનવાથી ભાજપમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. શપથવિધિ સમારોહનું આયોજન Brigade Parade Ground ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તથા દિલ્હીની મુખ્યમંત્રી રેખા ગુપ્તા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. મુખ્‍યમંત્રી પદની શપથ લીધા બાદ શુભેન્દુ અધિકારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા. 


આ દરમિયાન પીએમ મોદીએ તેમને ગળે મળી શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ શુભેન્દુએ મંચ પર હાજર તમામ નેતાઓને મળીને અભિવાદન કર્યું હતું.આ દરમિયાન એક ખાસ ક્ષણ ત્યારે સર્જાઈ જ્યારે યોગી આદિત્યનાથ પાસે પહોંચતા તેમણે પોતાનો ભગવો ગમછો ઉતારી શુભેન્દુ અધિકારીને પહેરાવ્યો હતો. યોગી તરફથી અપાયેલી આ ખાસ ભેટ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે. શપથવિધિ સમારોહ બાદ સમગ્ર ભાજપમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને સમર્થકોએ શુભેન્દુ અધિકારીને નવી જવાબદારી બદલ અભિનંદન પાઠવ્યા હતા.

Reporter: admin

Related Post