News Portal...

Breaking News :

શિક્ષણ ખર્ચમાં વધારો: રાજકોટમાં સ્કૂલ સામગ્રી 10% મોંઘી, વાલીઓ ખરીદી માટે ઉમટ્યા

2026-06-06 12:12:24
શિક્ષણ ખર્ચમાં વધારો: રાજકોટમાં સ્કૂલ સામગ્રી 10% મોંઘી, વાલીઓ ખરીદી માટે ઉમટ્યા


શિક્ષણ ખર્ચમાં વધારો: રાજકોટમાં સ્કૂલ સામગ્રી 10% મોંઘી, વાલીઓ ખરીદી માટે ઉમટ્યા

રાજકોટ: અમેરિકા–ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ તેમજ પેટ્રોલ-ડીઝલના ભાવવધારાની સીધી અસર હવે શિક્ષણ સામગ્રી પર પણ જોવા મળી રહી છે. રાજકોટમાં સ્કૂલ યુનિફોર્મ, બેગ, શૂઝ અને મોજા જેવી ચીજવસ્તુઓના ભાવમાં 7%થી 10% સુધીનો વધારો નોંધાયો છે.આગામી 8 જૂનથી ઉનાળુ વેકેશન પૂર્ણ થતા નવું શૈક્ષણિક સત્ર શરૂ થવાનું છે. તેના પૂર્વે શહેરના બજારોમાં વાલીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને યુનિફોર્મ અને પાઠ્યપુસ્તકોની ખરીદી માટે લોકો ઉમટી રહ્યા છે.શહેરના દિપક રેડિમેઇડ સ્ટોરના સંચાલક ભાગ્યેશ વોરાએ જણાવ્યું હતું કે છેલ્લા 65 વર્ષથી તેઓ આ વ્યવસાય સાથે જોડાયેલા છે. અગાઉ ખરીદીની સિઝન બે મહિના સુધી ચાલતી હતી, પરંતુ હવે માત્ર 8થી 10 દિવસ સુધી જ રહે છે. રો-મટીરિયલના ભાવ વધવાથી તમામ ઉત્પાદનોમાં 7%થી 10%નો વધારો થયો છે.

તેમણે ઉમેર્યું કે મહારાષ્ટ્ર, ભિવંડી, ભીલવાડા અને લુધિયાણાથી આવતી સામગ્રી મોંઘી થતાં સ્થાનિક સ્તરે પણ કિંમત વધી છે. હાલ કે.જી.ના બાળક માટે યુનિફોર્મ, શૂઝ અને મોજાનો કુલ સેટ રૂ.1,100થી રૂ.1,500 સુધી પહોંચ્યો છે.વાલીઓએ જણાવ્યું છે કે મોંઘવારી વચ્ચે બાળકોના શિક્ષણનો ખર્ચ સંભાળવો મુશ્કેલ બની રહ્યો છે.બીજી તરફ, સ્ટુડન્ટ બૂક સ્ટોરના સંચાલકના જણાવ્યા મુજબ સરકારના પાઠ્યપુસ્તકો પર GST ન હોવાથી તેમના ભાવ સ્થિર છે. ગુજરાત બોર્ડના પુસ્તકોનો સરેરાશ ખર્ચ રૂ.1,200થી રૂ.1,500 છે, જ્યારે CBSE બોર્ડના પુસ્તકોનો ખર્ચ રૂ.5,000થી રૂ.7,000 સુધી પહોંચે છે.ખાસ કરીને CBSE ધોરણ-2ના વિદ્યાર્થી માટે પુસ્તકો અને નોટબુક્સનો કુલ ખર્ચ લગભગ રૂ.4,965 સુધી પહોંચી રહ્યો છે, જેમાં માત્ર પુસ્તકોના રૂ.4,141 ખર્ચ થાય છે.

Reporter: admin

Related Post