News Portal...

Breaking News :

અવનવી વાનગી : સેવ ખમણી બનાવવાની રીત

2025-03-20 13:30:28
અવનવી વાનગી : સેવ ખમણી બનાવવાની રીત


સેવખમણી બનાવવા માટેની સામગ્રીમાં 500 ગ્રામ ચણાની દાળ, તેલ અને મીઠુ જરૂર પ્રમાણે, 1 ચમચી રાઈ, 1 ચમચી તલ, 1 ચમચી લસણની પેસ્ટ, 2 ચમચી લીલા સમારેલા મરચા, 1 ચમચી ખાંડ, 1 ચમચી લીબુંનો રસ, 250 ગ્રામ જીણી સેવ, 1 કપ કોપરાનું છીણ, 1 વાડકી દાડમના દાણા, 2 ચમચી સમારેલી કોથમીર જરૂરી છે.




ચણાની દાળ પાંચ થી છ કલાક પાણીમાં પલાળી રાખી વાટવી. તેને કુકરમાં વરાળથી બાફીને ચાડનીમાં ચાળી લેવી. ગેસ પર એક વાસણમાં વઘાર માટે તેલ, રાઈ, તલ મૂકી વાટેલું લસણ ઉમેરી વઘારી લેવું. તેમાં દાળ ઉમેરવી. મીઠુ, વાટેલા મરચા, ખાંડ ઉમેરવી. થોડુ પાણી ઉમેરી લીબુંનો રસ ઉમેરી દેવો. હબે બધું સાંતળી લેવું અને તેને ગેસ પરથી ઉતારી લેવું. હવે તેને ડીસમાં કાઢી તેની પર જીણી સેવ, કોપરાની છાલ, દાડમ અને કોથમીર ભબરાવી પીરસી લેવી.

Reporter: admin

Related Post