News Portal...

Breaking News :

નતાશાએ આપી હાર્દિક પંડ્યાને સલાહ

2024-08-16 15:15:07
નતાશાએ આપી હાર્દિક પંડ્યાને સલાહ


હાર્દિક પંડ્યા અને નતાશા છુટા પડ્યા પછી નતાશા દુઃખ વ્યક્ત કરતી પોસ્ટ મૂકી રહી છે. હાલ હાર્દિક પંડ્યા પણ ચર્ચાઈ રહ્યો છે, હાર્દિક અને બ્રિટિશ સિંગર જાસ્મીન વાલિયા સાથેના ફોટોને કારણે બને વચ્ચે કઈ રંધાઈ રહ્યું હોવાનું જણાય છે.


નતાશા છૂટાછેડા બાદ સર્બિયા શિફ્ટ થઇ ગઈ છે. થોડા દિવસ પેહલા બંનેના છૂટાછેડા થયા છે, અને માત્ર ૨૮ દિવસ પછી હાર્દિકના સિંગર સાથેના ફોટો સોશ્યિલ મીડિયા પર જોવા મળ્યા છે. નતાશાએ સોશ્યિલ મીડિયા પર લખ્યું છે કે, આપડે જીવનમાં ઘણી વસ્તુઓ ગુમાવીશું પરંતુ આ ઉતાવળમાં અપને એક વસ્તુ ચુકી શકીએ છીએ તે છે ભગવાનના આશીર્વાદ તો ધીરે ધીરે ચાલો. ભગવાન હમેશા તમારો સાથ આપે છે. 


આ પોસ્ટ શુ કેહવા માંગે છે એ સમજી શકાતું નથી. આ પોસ્ટ માટે નતાશાના ફેન્સ એ જણાવ્યું કે હાર્દિક જીવનમાં ખુબ જલ્દી આગળ વધી રહ્યો છે, જયારે કોઈએ કહ્યું કે તમે હાર્દિકની જિંન્દગીમાંથી નીકળ્યા એ ખુબ સારું કર્યું છે. વારંવાર નતાશા સોશ્યિલ મીડિયા પર આ રીતની પોસ્ટ મુક્ત જોવા મળી છે અને તેના ફેન્સ તેને કઇને કઈ સલાહ આપતા જોવા મળ્યા છે .

Reporter: admin

Related Post