વડોદરા અલકાપુરી વિસ્તારમાં આવેલી હોટલમાં સંચાલક સામે ગ્રાહકોની નોંધ નહીં રાખવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આરસી દત્તરોડના પ્રીમિયમ ચેમ્બર ખાતે આવેલી પ્રીમિયમ હોટલમાં એસઓજીની ટીમે તપાસ કરતા ગ્રાહકોનું રજીસ્ટર મેન્ટેન કરતા સોફ્ટવેરમાં ગ્રાહકોની નોંધણી કરવામાં નહીં આવતી હોવાનું જણાઈ આવ્યું હતું. આતંકવાદી પ્રવૃત્તિને અનુલક્ષીને હોટલોમાં આવતા ગ્રાહકોની નોંધ રાખવી ફરજીયાત હોવા છતાં પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરનાર હોટલના સંચાલક રમણ સોમાભાઈ પરમાર (સાનિધ્ય ટાઉનશિપ, આજવારોડ)સામે ગુનો નોંધવામાં આવ્યો હતો
Reporter: News Plus







