વડોદરા : રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ગણેશ જન્મોત્સવ નિમિત્તે ગણેશ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું સાથે જ વહેલી સવારે ગણપતિ દાદા ને કેસર સ્નાન કરવામાં આવ્યું હતું.

મુંબઈ બાદ ઉજવાતો ઉત્સવ એટલે ગણેશ ઉત્સવ વડોદરામાં પણ ઉત્સવની ખુબજ ધૂમધામ થી ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે ગણેશ જન્મોત્સવ નિમિત્તે વડોદરા શહેર વિવિધ ગણેશ મંદિરો વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વડોદરા શહેર રાવપુરા વિસ્તારમાં આવેલ ભાઉં કાળેની ગલીમાં આવેલ રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ગણેશ જન્મોત્સવ નિમિત્તે ગણેશ યજ્ઞનુ આયોજન કરવામાં આવ્યું છે

જેમાં ગણપતિ દાદાને કેસર સ્નાન કરવામાં આવ્યા હતા સાથે ૧૨.૩૦ કલાકે ગણપતિ દાદાનો જન્મોત્સવ ઉજવવામાં આવશે મંદિરના પ્રાંગણમાં ગણેશ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું સાંજે 5 કલાકે શ્રીફળ હોમવાનો કાર્યકમ કરવામાં આવશે અને સાંજે ૭ કલાકે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે મંદિરના મહારાજ એ ગણેશ ભગતોને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.






Reporter: admin