News Portal...

Breaking News :

ઈઝરાયેલના છેલ્લા 24 કલાકમાં ગાઝા પર વિનાશક હવાઈ હુમલા

2025-06-09 10:26:48
ઈઝરાયેલના છેલ્લા 24 કલાકમાં ગાઝા પર વિનાશક હવાઈ હુમલા


ગાઝાપટ્ટી : ઈઝરાયેલે હમાસ સામે યુદ્ધમાં ગાઝા પટ્ટીને કાટમાળમાં ફેરવી દીધી હોવા છતાં તેના હુમલા હજુ બંધ થઈ રહ્યા નથી. 


ઈઝરાયેલે છેલ્લા 24 કલાકમાં ગાઝા પર વિનાશક હવાઈ હુમલા કરતા 100થી વધુ નિર્દોષ લોકોનાં મોત નીપજ્યાં હતા. બીજીબાજુ હમાસે 7 ઑક્ટોબર 2023માં ઈઝરાયેલ પર આતંકી હુમલો કરી બંધક બનાવેલા લોકોમાંથી થાઈલેન્ડના એક નાગરિકનો મૃતદેહ ઈઝરાયેલનું સૈન્ય પરત લાવ્યું હતું. ઈઝરાયેલના સૈન્યે ગાઝા પર તેનું આક્રમણ ચાલુ રાખ્યું છે. ઈઝરાયેલની સેનાએ કહ્યું કે, તેના હુમલામાં હમાસની મુજાહિદ્દીન બ્રિગેડનો નેતા અસદ અબી શરૈયા માર્યો ગયો છે. ગાઝાની શિફા અને અલ-અહલી હોસ્પિટલો મુજબ ગાઝા શહેરમાં ઈઝરાયેલના હુમલામાં એક જ પરિવારના છ સભ્યોના મોત થઈ ગયા છે, જેમાં બે બાળકો પણ સામેલ છે. જોકે, ગાઝામાં નિર્દોષ નાગરિકો પર ઈઝરાયેલના હુમલા ચાલુ રહ્યા છે. 


રાફા અને ખાન યુનિસ વચ્ચે દક્ષિણ ગાઝામાં મુવાસી ક્ષેત્રમાં ઈઝરાયેલે ચાર હુમલા કર્યા હતા, જેમાં બાળકો સહિત અનેક લોકોનાં મોત થયા હતા.ઈઝરાયેલના સૈનિકો હવે નિરાશ્રિત છાવણીમાં રહેતા લોકો અને હોસ્પિટલો પર પણ હુમલા કરી રહ્યા છે. ગાઝા હોસ્પિટલના અધિકારીઓ મુજબ ઈઝરાયેલ સૈનિકોના ગોળીબારમાં પેલેસ્ટાઈનના 80થી વધુ લોકો માર્યા ગયા છે. જોકે, ઈઝરાયેલના સૈન્યે દાવો કર્યો કે તેણે ચેતવણી માટે હવામાં ગોળીબાર કર્યો હતો. ઈઝરાયેલે પેલેસ્ટાઈનના લોકોને રાહત મળતી બંધ કરવા નાકાબંધી કરી દીધી છે ત્યારે 20 લાખ લોકો યુએનની રાહત પર નિર્ભર છે. ગાઝા માનવીય ફાઉન્ડેશનના એક અધિકારીએ કહ્યું કે, શનિવારે ઈઝરાયેલે ગાઝાના લોકો સુધી ભોજન પહોંચવા દીધું નહીં અને તેના માટે હમાસની ધમકીઓને જવાબદાર ઠેરવી હતી.ઈઝરાયેલના સંરક્ષણ મંત્રીએ કહ્યું કે પિન્ટાનો મૃતદેહ દક્ષિણ ગાઝાના રાફા ક્ષેત્રમાંથી પાછો મેળવાયો હતો.

Reporter: admin

Related Post