News Portal...

Breaking News :

ભાયલી ફ્લેટ ફાયરિંગ કેસનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો, શૂટર સહિત 6 સામે પોલીસની કાર્યવાહી

2026-07-04 09:28:02
ભાયલી ફ્લેટ ફાયરિંગ કેસનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો, શૂટર સહિત 6 સામે પોલીસની કાર્યવાહી

વડોદરા: ભાયલી વિસ્તારમાં ફ્લેટ પર થયેલા ફાયરિંગ કેસમાં વડોદરા ગ્રામ્ય પોલીસે ઝડપી અને વૈજ્ઞાનિક તપાસના આધારે ગણતરીના કલાકોમાં જ ઘટનાનો ભેદ ઉકેલી દીધો છે. પોલીસે ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન ફાયરિંગ નજીક આવેલી અશ્વમેઘ એવન્યુ સ્થિત એક ઓફિસમાંથી કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. પુરાવાના આધારે પોલીસે ફાયરિંગ કરનાર તરીકે મેહુલ મહેન્દ્રભાઈ ગઢવીની ધરપકડ કરી છે.


તપાસમાં વધુ એક ચોંકાવનારી હકીકત સામે આવી હતી. પોલીસને જાણવા મળ્યું કે ઘટનાસ્થળે દારૂની મહેફિલ ચાલી રહી હતી. આ મામલે પોલીસે મહેફિલમાં હાજર શક્તિસિંહ વનરાજસિંહ રાણા, સંજયભાઈ રમેશચંદ્ર દવે, વિજયકુમાર ચંદુલાલ ભારવાડી, દીપક શંભુનાથ ઝા અને ઇન્દ્રજીતસિંહ અનોપસિંહ વાઘેલા સામે પણ પ્રોહિબિશન એક્ટ સહિતની જોગવાઈઓ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે સમગ્ર ઘટનામાં હત્યાના પ્રયાસ, આર્મ્સ એક્ટ તેમજ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. સાથે જ ફાયરિંગ પાછળનું ચોક્કસ કારણ, તેમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં અને ઘટનાના તમામ પાસાઓની તપાસ ચાલી રહી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

Reporter: admin

Related Post