શહેરના બરાનપુરા વિસ્તારમાં કિન્નર સમાજનું કુળદેવીનું મંદિર આવેલું છે જ્યાં 9મા પાટોત્સવ નિમિત્તે છેલ્લા એક અઠવાડિયાથી વિવિધ ધાર્મિક કાર્યક્રમો જેમાં આનંદનો ગરબો, નવચંડી પાઠ સહિત અન્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે

ત્યારે આજરોજ અહીં અશ્વિન પાઠકજીના સ્વકંઠે સંગીતમય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ, જિલ્લા ભાજપ પ્રમુખ, સહિતના પદાધિકારીઓ, પોલીસ અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં. સાથે જ કિન્નર સમાજના આગેવાન અંજુમાસી સહિત સમગ્ર કિન્નર સમાજ, તથા શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.





Reporter: admin







